Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૬ પાસપોર્ટની પાંખે પણ એથી તમને કંઈ લાભ નહિ થાય. મહેનત માથે પડશે. હું કોઈ મોટો રાજવી, ઉદ્યોગપતિ કે રાજદ્વારી પુરુષ નથી, કે મારે માટે તમને લાખો ડૉલર મળે. હું તો એક સામાન્ય અધ્યાપક છું.” મેં પણ હસતાં હસતાં ઉત્તર આપ્યો. - વાતાવરણ હળવું બનતાં મેં રાહત અનુભવી. આ તે સ્વપ્ન છે કે સત્ય તેવું ઘડીભર મને થયું. બધાંના ચહેરા હસતા હતા, એટલે હવે ડર જેવું કંઈ નહોતું લાગતું. મેં પૂછ્યું, “બીજા કોઈ મુસાફરી નથી ? આખું વિમાન કેમ ખાલી છે ?” કૅપ્ટને ખુલાસો કરતાં કહ્યું, “અમારી આ ફલાઇટ તો ચાર વાગ્યે ઊપડવાની હતી, પરંતુ આ વિમાન બહારથી જ છ વાગ્યે જકાત પાછું આવ્યું એટલે ચાર વાગ્યાની સિંગાપુર માટેની ફલાઇટ સાડાસાત વાગ્યે ઊપડશે તેવી જાહેરાત થઈ. પરંતુ તે દરમિયાન આ ફલાઇટના બધા પ્રવાસીઓ સિંગાપુર એરલાઇન્સ, જાપાન એરલાઈન્સ અને ફિલિપાઇન્સ એરલાઇન્સના વિમાનોમાં સિંગાપુર ચાલ્યા ગયા. અમારી આ ફલાઇટનું વારંવાર એનાઉન્સમેન્ટ કરવા છતાં એક પણ પ્રવાસી આવ્યો નહિ એટલે મેનેજમેન્ટે આ ફલાઈટ કેન્સલ જાહેર કરી.” “તો પછી હવે એ સિંગાપુર કેમ જાય છે ?” “તમારા માટે. તમે ફલાઇટ ચાર્ટર્ડ કરી એટલે.” કૅપ્ટન હસી પડ્યો. પછી એણે કહ્યું, “વસ્તુતઃ અમારી આ ફલાઈટ સિંગાપુર જઈને ત્યાંથી તરત જકાર્તા પાછી ફરવાની હતી. આ ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે, તેવું સિંગાપુરની અમારી ઓફિસને જણાવવામાં આવ્યું. પરંતુ થોડી વાર પહેલાં સિંગાપુરથી સંદેશો આવ્યો કે “લગભગ બસો પ્રવાસીઓ જકાર્તા આવવા માટે આ ફલાઈટની રાહ જોઈને બેઠા છે, કારણ કે સિંગાપુરથી આ છેલ્લી ફલાઈટ છે. ફલાઈટ જો કેન્સલ કરાશે તો આટલા બધા. પ્રવાસીઓને એરલાઇન્સના ખર્ચે હવે હોટેલમાં લઈ જવા પડશે.” આવા સમાચાર મળતાં જ અમારા મેનેજમેન્ટ વિચાર બદલ્યો અને નક્કી કર્યું કે ખાલી ફલાઇટ પણ અત્યારે સિંગાપુર ઉડાડવી. એ નક્કી થયું તેવામાં સમાચાર આવ્યા કે એરપોર્ટમાં સિંગાપુર જવા માટે તમે એક પ્રવાસી તૈયાર છો. એટલે બીજી કંઈ વિધિ કરવાનો વિલંબ ન કરતાં તમને સીધા જ આ વિમાનમાં લઈ આવ્યા છે.” Jain Education International For Private & Personal Use Only , www.jainelibrary.org


Page Navigation
1 ... 265 266 267 268 269 270