Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૪ પાસપૉર્ટની પાંખે છેલ્લી ફલાઇટ તો ક્યારની કૅન્સલ થઈ ગઈ છે અને હવે કોઈ ફલાઇટ નથી. હું મારી જગ્યાએ આવીને બેઠો હતો. થોડી વાર પછી હું ફરી પાછો અધીરો બની ઊભો થયો અને સિંગાપુર જનાર બીજાં કોઈ પ્રવાસી છે કે નહિ તે જાણવા માટે કોઈ કોઈ પ્રવાસીઓને ‘ગરુડ ઍરલાઇન્સ - સિંગાપુર ?' એમ પૂછતો રહ્યો. પરંતુ એક પણ ઉતારુએ પોતે સિંગાપુર જવાનો છે એમ કહ્યું નહિ, એથી મારી ચિંતા વધતી ગઈ. પાછો હું થોડી વાર બેસી રહ્યો. એવામાં પેલો ઑફિસર આવ્યો. મને કહ્યું, “તમારો સામાન લઈને જલદી ચાલો. ગરુડની ફલાઇટ જાય છે.” ફ્લાઇટના સમાચાર જાણી મેં રાહત અનુભવી. મારો આનંદ વ્યક્ત કરતાં મેં કહ્યું, “ભલે, આભાર તમારો. મારું બોર્ડિંગ-કાર્ડ ?' “બોર્ડિંગ-કાર્ડની તમારે કોઈ જરૂર નથી. ફ્રી-સીટ છે. તમારા માટે સૂચના અપાઈ ગઈ છે.’’ ઑફિસર મને તરત ટર્મિનલની બહાર લઈ ગયો. સામાન માટેની એક નાનકડી, ખુલ્લી ટ્રોલી પસાર થતી હતી તે ઊભી રખાવી તેમાં મારો સામાન મુકાવ્યો. ડ્રાઇવરની બાજુમાં મને બેસાડવામાં આવ્યો. મને એમ કે ઑફિસર મારી સાથે આવશે, પરંતુ એણે તો ડ્રાઇવરને પોતાની ભાષામાં સૂચના આપી ને તરત ટ્રોલી ચાલી. એથી હું જરા વિમાસણમાં પડ્યો. મારી પાસે જકાર્તાથી સિંગાપુરની ટિકિટ (ફલાઇટ-કૂપન) હવે નથી; બોર્ડિંગ-કાર્ડ પણ નથી. ઍરપૉર્ટની અંદર ગેરકાયદે દાખલ થવાનો મારા ઉપર આરોપ મૂકીને મારી ધરપકડ કરવી હોય તો કરી શકાય તેવી હવે સ્થિતિ હતી. કોઈ ભેદી ચાલ તો નહિ રમાતી હોય ને ? હું શંકાશીલ બનતો જતો હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય ટોળકીઓ આવી રીતે જ એકલદોકલ પ્રવાસીઓને ફસાવતી હોય છે. બે દેશ વચ્ચે અણબનાવ હોય તો આવા પ્રવાસીઓને બાન તરીકે પકડી રાખવામાં આવે છે. વિમાનોનું અપહરણ કરવા માટે કે પ્રવાસીઓનું અપહરણ કરવા માટે આવી રીતે મેલી રમત રમાઈ જતી હોય છે. એ દિવસોમાં ઇન્ડોનેશિયાથી વિમાન-અપહરણના બે કિસ્સા બન્યાનું સાંભળ્યું હતું, એટલે પ્રસંગ ચિંતા કરાવે તેવો હતો. ઍરપૉર્ટના આછા અંધારામાં અમારી ટ્રોલી ચાલતી હતી. મારા મનમાં જાતજાતના ચિંતાજનક તર્કવિતર્ક થતા હતા. એમ કરતાં દૂરના એક વિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270