Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 263
________________ ૨૪૨ પાસપોર્ટની પાંખે આ રીતે મને નિરાશ કરતાં ટુવર્ડે કહ્યું, “માફ કરજો, આજે હવે તમે સિંગાપુર નહિ પહોંચી શકો. જકાર્તામાં તમારે રાત રોકાવું જ પડશે. કાલે સવારે તમને અનુકુળ એવી કોઈ ફલાઇટમાં સિંગાપુર મોકલશું. જકાતમાં રહેવા, ખાવા-પીવા માટે અમારી એરલાઇન્સ તરફથી હોટેલમાં તરત બધી વ્યવસ્થા થઈ જશે. તમારો સામાન તમે સિંગાપુર માટે આપ્યો છે, પરંતુ તે આપણા જ વિમાનમાં અમારા કબજામાં છે, એટલે એની ડિલિવરી હું તમને જકાર્તામાં જ અપાવી દઈશ. તમને કંઈ તકલીફ ન પડે.” - અમારું વિમાન જકાર્તા પહોંચ્યું. વિમાન ઊતરતાં પહેલાં સ્ટવર્ડની સૂચનાથી કેપ્ટને એરપોર્ટ સાથે વાયરલેસ દ્વારા તપાસ કરી કે રખે ને કોઈ વિમાન મોડું ઊપડવાનું હોય. પરંતુ જાણવા મળ્યું કે સિંગાપુર જવા માટે છેલ્લામાં છેલ્લું વિમાન પણ જકાર્તાથી ઊપડી ગયું છે. જકાર્તામાં વિમાનમાંથી અમે ઊતર્યા ત્યારે મારો સામાન બતાવવા માટે હું ટુવર્ડ સાથે ઊભો રહ્યો. સામાન જુદો લેવાયો. અમે કસ્ટમ્સમાં દાખલ થયાં. ત્યાંથી ટ્રાન્ઝિટ લૉન્જમાં મને બેસાડી સ્ટવર્ડ હોટેલમાં રહેવા માટેની તથા ટેક્સીમાં શહેરમાં આવવા-જવાની મારી વ્યવસ્થા અંગે વાઉચરો બનાવવા માટે ગયો. જકાતનું ઍરપૉર્ટ એટલું નાનું અને ગીચ કે મોકળાશથી હરફર કરવાની પણ જગ્યા નહિ. જ્યાં જુઓ ત્યાં ગોળ મોંગોલિયન ચહેરાવાળા ઠીંગણા ઇન્ડોનેશિયન અને મલેશિયન પ્રવાસીઓ હરફર કરતા હતા. ઇન્ડોનેશિયામાં લશ્કરકી શાસન એટલે એરપોર્ટ ઉપરના અધિકારીઓ તે પણ લશ્કરી માણસો. કમરે લટકાવેલી રિવોલ્વર સાથે ગણવેશમાં ફરતા અધિકારીઓને લીધે વાતાવરણ ગંભીર અને ભારે લાગતું હતું. સ્થાનિક ઇન્ડોનેશિયન લોકો સાથે વાતવાતમાં એમનો અપમાનજનક. રણકો સંભળાયા કરે. ઇંગ્લિશ ભાષા તો કોઈકને જ આવડે. તેમાં હું તો અચાનક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલ હતો. હું મારા ભારતીય ચહેરાથી બધાંમાં જુદો પડી જતો. બે-ત્રણ અધિકારીઓ મારી પાસે આવી ગયા. તેઓ મારો પાસપોર્ટ તપાસતા અને મને પોતાની ભાષામાં કંઈક પૂછતા, પણ મને કંઈ સમજ પડે નહિ, અને ઇંગ્લિશ તેઓ જાણે નહિ, એટલે હું તો મારી ટિકિટ બતાવીને “કોન્ટાસ ઑફિસર એ શબ્દો બોલીને જે દિશામાં સુવર્ડ ગયો હતો તે દિશામાં આંગળી ચીંધતો. પરિસ્થિતિ એવી લાગતી હતી કે જાણે ઓફિસરો મારા તરફ કંઈક વહેમથી જોતા ન હોય ! આમ પણ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270