Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 262
________________ જકાર્તામાં હાઈ-જેમ ? ૨૪૧ બદલવા માટે હવે કેટલી શક્યતા રહેશે તે વિશે પૂછ્યું. ટિકિટ જોઈ તરત ચિડાઈને એણે કહ્યું, “બે ફલાઇટ વચ્ચે આટલો ઓછો સમય રખાતો હશે ? કઈ ઍર કંપનીએ તમને આવી ટિકિટ બનાવી આપી ?” પરંતુ પોતાની જ ઍરલાઇન્સે એવી ટિકિટ આપી હતી તે જોઈ તરત તે ચૂપ થઈ ગયો અને જકાર્તામાં વિમાન બદલવા માટે વીસ મિનિટમાં વાંધો નહિ આવે, એમ તેણે કહ્યું. વળી બધું કામ ઝડપથી થઈ શકે તે માટે બીજા વિમાન સુધી પોતે જાતે મારી સાથે આવશે એમ પણ કહ્યાં. એના સહકારભર્યા શબ્દો માટે મેં આભાર માન્યો. બાલીથી વિમાન ઊપડ્યું, પરંતુ રન-વે પર પહોંચતાં પહેલાં જ પાછું કર્યું. કેટને જાહેર કર્યું : “વિમાનનો એક નાનો ગેજ (Guage) બરાબર ચાલતો નથી. તે ખાસ મહત્ત્વનો ગેજ નથી, પરંતુ અમારા નિયમ અનુસાર બધા ગેજ બરાબર ચાલતા હોય તો જ વિમાન ચલાવી શકાય. એટલે હવે થોડું મોડું ઊપડશે, તો તે માટે ક્ષમા કરશો.” આ જાહેરાત સાંભળતાં જ મને થયું કે હવે તો સિંગાપુરની ફલાઈટ પકડાય તો પકડાય. | વિમાન ઊભું રહેતાં મિકેનિક આવ્યો. ગેજ દુરસ્ત કરવામાં આવ્યો. ઇલેક્ટ્રિક સાધનો દ્વારા ગેજની ફરી ચકાસણી થઈ. બધું બરાબર જણાતાં અમારું વિમાન ઊપડ્યું, પરંતુ આ બધું કરવામાં બીજો એક કલાક વીતી ગયો. પરિણામે વિમાન હવે જકાર્તા નિશ્ચિત સમય કરતાં એક કલાક અને ચાલીસ મિનિટ મોડું હતું. એનો અર્થ એ થયો કે જકાર્તાથી સિંગાપુર જતું વિમાન હું અવશ્ય ચૂકી જઈશ, સિવાય કે એ વિમાન પોતે જ કોઈ કારણસર મોડું ઊપડવાનું હોય. આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પ્રમાણે જો આપણે ડિસ્કાઉન્ટ વગરની પૂરા દરની ટિકિટ લીધી હોય તો કોઈ પણ એક ઍરકંપનીને બદલે બીજી કંપનીના વિમાનમાં પ્રવાસ કરી શકીએ છીએ. મારી ટિકિટ એ પ્રમાણે હતી. એટલે સિંગાપુર એરલાઈન્સનું વિમાન ઊપડી જાય તો બીજી કોઈ ઍરલાઇન્સનું વિમાન પણ હું પકડી શકું. એ માટે મેં સુવડને કહ્યું. તે ટાઇમ-ટેબલ લઈને મારી પાસે આવ્યો અને જો ઈને કહ્યું, “સિંગાપુર ઍરલાઈન્સના વિમાન પછી જાપાન એરલાઇન્સ, ફિલિપાઈન્સ ઍરલાઇન્સ અને ગરુડ એરલાઈન્સ (ઇન્ડોનેશિયાની એરકંપની) એમ બીજી ત્રણ એરલાઇન્સનાં વિમાન જકાર્તાથી સિંગાપુર જવા માટે છે, પરંતુ અફસોસ કે એ ત્રણે આપણે જકાર્તા પહોંચીએ તે પહેલાં ઊપડી જશે.” પા-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270