Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 260
________________ ૨૩૯ ભારતીય વાઇકિંગ એમની ટીકા સાચી હતી, પણ વાતાવરણ મજાકનું હતું. એટલે એ ખેડૂતોની ટેવ, સ્વભાવ અને વર્તનના કારણે “ઇંડિયન વાઇકિંગ' એવું એમનું નામ અમારામાં પડી ગયું. ચાલતાં ચાલતાં ખાડીને કિનારે અમે આવી પહોંચ્યાં. અમે સહેજ મોડાં પડ્યાં. એક બોટ ગુમાવી. બીજી બોટ માટે ચાલીસેક મિનિટ અમારે રાહ જોવાની હતી. બીજી કશી પ્રવૃત્તિ નહોતી એટલે અમે છૂટાંછવાયાં શાંત બેસી રહ્યાં, પરંતુ પેલા ખેડૂતોની સફરજન ખાવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. થોડી વારમાં તો બોટ માટેનું આખું પ્લેટફેર્મ સફરજનના કચરાથી શણગારાઈ ગયું હતું. હોટેલમાં આવી સાંજે અમે બધાં ડાઈનિંગ હોલમાં જમવા બેઠાં. ભોજન પીરસવાને હજુ થોડી વાર હતી. તે વખતે આપણા આ ભારતીય વાઇકિંગનાં પરાક્રમોની જ ગુસપુસ વાતો ચાલતી હતી. અમારા ટેબલ ઉપર બેઠેલા એક ભાઈ બોલ્યા, “છરી-કાંટાથી કેમ જમવું એ પણ પૂરું જેમને આવડતું નથી એવા આપણા આ લોકો પરદેશ જઈ ભારતની આબરૂ બગાડે છે.” મેં હળવેથી કહ્યું, “છરી-કાંટાનો ઉપયોગ તેમને નથી આવડતો એમ હું નથી માનતો. મારી વાતની તમને ખાતરી ન થતી હોય તો બરાબર ધ્યાનથી એમને જુઓ.” અમારી પાછળ બીજા ટેબલ પર બેઠેલા તેમની તરફ બધાએ ચૂપચાપ નજર કરી તો વાત સાચી જણાઈ, કારણ કે એક જણ જમવા માટેની છરી વડે, ખુરશી ઉપર પગ ચડાવી, નખ કાપી રહ્યો હતો; બીજો છરી વડે પોતાને ગળે થયેલા ખરજવાને ખંજવાળી રહ્યો હતો અને ત્રીજો કાંટા વડે પોતાના માથાના વાળ સરખા કરી રહ્યો હતો. છરી-કાંટાનો ઉપયોગ વાઇડિંગ પદ્ધતિથી કરીને તેઓ પોતાના અભિનય નામને સાર્થક કરી રહ્યા હતા. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270