Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 258
________________ ભારતીય વાઇકિંગ ૨૩૭ સફરજનની છાલના ટુકડા પડ્યા હતા. માખણના પૅકેટનાં કાગળિયાં પડ્યાં હતાં. જામની ખાલી ડબ્બીઓ પડી હતી. કોનું પરાક્રમ હોઈ શકે ? તપાસ કરતાં ખબર પડી કે પેલા ભારતીય ખેડૂતોએ, ભારતીય ટેવ પ્રમાણે ખાઈખાઈને કચરો પોતાના કમ્પાર્ટમેન્ટમાંની બહાર કોરિડોરમાં નાખ્યો હતો. કન્ડક્ટર યુવતીએ આવીને તે બધો કચરો ઉઠાવી લીધો અને કોરિડોરના છેડે રાખવામાં આવેલી કચરા માટેની બાસ્કેટમાં નાખી દીધો. તેણે પેલા સજ્જનનોને કચરો ન નાખવા માટે ઇંગ્લિશમાં વિનંતી કરી, પરંતુ તેઓ બધા તો બાઘાની જેમ ડોકું ધુણાવતા જોઈ રહ્યા. ઇંગ્લિશ આવડે તો સમજાય ને ? અને સમજાવવા છતાં વર્ષોની પડેલી આદતમાંથી મુક્ત થવાય તો ને ? સવાર પડી. એક સ્ટેશન આવ્યું, પણ ટૉયલેટ તો બંધ હતું. ટૉયલેટ કેમ બંધ છે તે માટેનો ઘોંઘાટ તે ખેડૂતોએ મલયાલમમાં કરી મૂક્યો, કારણ કે તેઓ સૂચના સમજી શક્યા નહોતા. તેમને બ્રશ કરી મોઢું ધોવું હતું. એટલે એક લોટામાં પાણી લઈ આવીને ભારતીય રેલવેપ્રવાસની તેમની ટેવ પ્રમાણે એક ડબ્બાના બારણામાં ઊભા ઊભા બ્રશ અને કોગળા તેઓ કરવા લાગ્યા. કેટલાક તો પ્લેટફૉર્મ પર ઊતરી ગળું ખોખારીને ભારતીય પદ્ધતિથી સાફ કરવા લાગ્યા. પ્લૅટફૉર્મ ઉપર ઘણા રશિયન મુસાફરો ઊભા હતા. તેમને માટે આ દૃશ્ય કુતૂહલભર્યું હતું. આ ભારતીય ખેડૂતોને જોવા માટે ઘણા રશિયન પ્રવાસીઓ થોડી થોડી વારે આમથી તેમ આંટો મારવા લાગ્યા. વાત આખા પ્લૅટફૉર્મ ઉપર પ્રસરી ગઈ અને હાસ્યનું મોજું ફરી વળ્યું. બીજું એક સ્ટેશન આવ્યું. એવામાં અમારી કન્ડક્ટર યુવતીએ દોડીદોડી કરી મૂકી. તેણે કહ્યું, “સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં તમારામાંથી કોઈક ટૉયલેટમાં ગયું છે. હવે સ્ટેશન આવે છે એટલે મારે ટૉયલેટ લૉક કરવાનો સમય થઈ ગયો છે. મેં ઘણું ખખડાવ્યું પણ એ ભાઈ નીકળતા નથી.” અમે બધા તે જોવા કોરિડોરમાં નીકળ્યા. એક કેરાલાવાસી ભાઈ મારફત પેલાને મલયાલમમાં સૂચના અપાઈ ત્યારે કેટલીય વા૨ે તેઓ નીકળ્યા. વસ્તુતઃ વધારે પડતું બારણું ઠોકાવાથી તેઓ ટૉયલેટમાં ગભરાઈ ગયા હતા અને અપરિચિત સ્ટૉપરવાળું બારણું કેવી રીતે ખોલવું તે તેમને જલદી સૂઝતું નહોતું. કિએવથી મોસ્કો પાછા આવી અમે બધા નૉર્વેના પાટનગર ઓસ્લો Jain Education International For Private & Personal Use Only F www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270