Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 245
________________ ૪૯ ભાખરીનો સ્વાદ સ્વિટ્ઝરલૅન્ડમાં ઇન્ટરલાકન નામનો અત્યંત રમણીય પ્રદેશ છે. એમાં શિલૉર્નથી જીનીવા જતાં, એક વિશાળ સરોવરના કિનારે અમે અમારી મોટર એક સ્થળે પાર્કિંગ વિસ્તારમાં જમવા માટે ઊભી રાખી. યુરોપમાં હાઈવે પર આવા વિસ્તારોમાં આરામથી બેસવા માટે બાંકડાઓની, ભોજન માટે ટેબલખુરશીની, પીવા માટે ચોખ્ખા પાણીની, ટૉયલેટની વગેરે સગવડ હોય છે. અમારી સાથે અમે પોર્ટેબલ ગૅસ-સિલિન્ડર અને ફૂલો રાખેલાં હતાં, એટલે તેના ઉપર તરત મારાં પત્નીએ રસોઈ શરૂ કરી દીધી. અમે કડક ગળી ભાખરી અને શાક બનાવ્યાં. રસોઈ થઈ જવા આવી એટલે અમે ટેબલ ઉપર જમવા બેઠાં. થોડી વાર પછી ત્યાં એક બીજી મોટર આવી. એમાંથી પતિ-પત્ની અને બે નાનાં બાળકો ઊતર્યાં. તેમની સાથે એક કૂતરો પણ હતો. થોડેક દૂર એક ટેબલ ઉપ૨ તેઓ બધાં ગોઠવાયાં. તેઓ પણ બ્રેડ, બટર, ચીઝ વગેરે પોતાની વાનગીઓ ખાવા લાગ્યાં. અમે ખાતાં હતાં ત્યારે તે કુટુંબનાં બંને બાળકો અમારી પાસે આવીને ઊભાં રહ્યાં. ગુજરાતી સાડી,. ગૅસના ચૂલા ઉપર થતી ભાખરી વગેરેને કુતૂહલથી તેઓ જોઈ રહ્યાં. અમે તેમને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બાળકો અંગ્રેજી જાણતાં ન હતાં; એટલે અમારી વાતચીત ખાસ આગળ વધી નહિ. બાળકો અમારી પાસે ઊભાં હતાં એટલામાં એમનો કૂતરો પણ અમારી પાસે આવીને ઊભો રહ્યો. કૂતરો કાળો હતો, પણ બિહામણો નહોતો. તે શાંત અને પ્રેમાળ દેખાતો હતો. છોકરાંઓ ચાલ્યા ગયા પછી પણ કૂતરો અમારી આસપાસ ચક્કર મારતો રહ્યો, જાણે કે કશુંક સૂંઘવાનો પ્રયત્ન કરતો ન હોય ! અમને થયું કે કૂતરો અમારી રસોઈની વાસથી આસપાસ ભમતો લાગે છે. અમારી દીકરી શૈલજાએ કહ્યું, “પપ્પા, આપણે કૂતરાને ભાખરી ખવડાવીએ ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270