Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૨ પાસપોર્ટની પાંખે “તેવી રીતે તો, માફ કરજો, તમને બિલકુલ ડિસ્કાઉન્ટ આપી શકાતું નથી. તમારે પૂરો ચાર્જ આપવાનો રહે છે. જો અમારો દર તમને ન પરવડતો હોય તો હું ખરેખર લાચાર છું. તમે કહો તો બીજી સસ્તી હોટેલમાં તમારે માટે હું જરૂર વ્યવસ્થા કરાવી આપું.” અમે વિમાસણ અનુભવી. થોડી વાર વિચાર કરીને અમે કહ્યું, “તમે અમારા માટે આટલો બધો સભાવ બતાવ્યો એ પછી થોડા ડૉલરની કરકસર માટે બીજી હોટેલમાં જવું એ અમને ઠીક નથી લાગતું. ભલે તમારા દર પ્રમાણે અમને રૂમ આપો.” રૂમની ચાવી આપતાં રિસેપ્શનિસ્ટ અમારી સામે જોઈ રહ્યો. લિમામાં બે દિવસ રહ્યા પછી વધારાનો સામાન હોટેલ બોલિવારમાં જમા કરાવી, લિમાથી વિમાનમાં અમે કુસ્કો ગયાં. ત્યાંથી બીજે દિવસે મટુ-પિચ્છ ગયાં. ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોઈને ત્રીજે દિવસે અમે લિમા પાછા ફર્યા. તે દિવસે સાંજે અમારે માયામીની ફલાઇટ પકડવા માટે ઍરપોર્ટ જવાનું હતું. અમારી પાસે પાંચેક કલાક હતા. પરંતુ શહેરમાં પગારવધારા માટે શિક્ષકોએ કાઢેલા સરઘસને કારણે તોફાન ફાટી નીકળ્યું હતું. બહાર ફરવા જવામાં જોખમ હતું. અમારે હોટેલમાં પુરાઈ રહેવું પડ્યું. હોટેલના દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યાં જેથી બહારથી અજાણ્યા માણસો અંદર ઘૂસી ન આવે. પાંચેક કલાક હોટેલના લૉન્જમાં પસાર કરવાનું બહુ અનુકૂળ નહોતું. તો વળી રૂમ લેવામાં વિનાકારણ ખર્ચ થાય તેમ હતું. એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરતાં પહેલાં અમે સામાયિક અને પ્રાર્થના કરતાં. રૂમ વિના તે શક્ય નહોતું. પૈસા બચાવી સામાયિક અને પ્રાર્થના જતાં કરવાં તે અમને યોગ્ય ન લાગ્યું. એટલે રૂમ લેવાનો અમે નિર્ણય કર્યો. રિસેપ્શનિસ્ટ પાસે અમે ગયાં. તેમણે પૂછ્યું, “તમારે રૂમ લેવાનું અનિવાર્ય છે ? લોન્જમાં બેસો તો ન ચાલે ? શા માટે થોડાક કલાક માટે આટલા બધા ડૉલર ખર્ચી નાખો છો ? બીજા કોઈ પ્રવાસીને હું આમ ન કહું પણ તમારી પાસે વિદેશી ચલણ ઓછું છે એ હું જાણું છું માટે કહું છું.” ' મેં કહ્યું, “તમારી વાત સાચી છે. આમ તો અમારે રૂમની કશી જ જરૂર નથી. અમારો સામાન પણ બાંધીને તૈયાર રાખ્યો છે. પરંતુ પ્રાર્થના અને અમારી ધાર્મિક વિધિ કરવા માટે અમારે રૂમની જરૂર છે. લેટિન અમેરિકામાં અમારો આ છેલ્લો દિવસ છે. અમે માયામી અને બીજાં શહેરોમાં કરકસર કરીશું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270