Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj Author(s): Saddharm Samrakshak Samiti Mumbai Publisher: SadDharm Samrakshak Samiti Mumbai View full book textPage 7
________________ પોતાનું પણ કયું હિત રહેલું છે, તે સમજી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને આંખ સામે લાવ્યા વિના માત્ર વીતરાગના વચનને આંખ સામે રાખીને જ આરાધના કરવાની જરૂર છે અને તેવી ઇચ્છા ધરાવતા સજ્જનો માટે સત્યની સરવાણી જીવતી ને જાગતી રહે એટલા પૂરતો જ આ પ્રયાસ છે. જો તમે નિખાલસ ભાવે આ પુસ્તિકાનું વાંચન કરશો તો ઉપરના પ્રત્યેક પ્રશ્નોનું વાસ્તવિક અને સચોટ સમાધાન સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. આ માટે જૈન પ્રવચન કાર્યાલય તરફથી છપાયેલ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તિથિ વિષયક પ્રવચન પુસ્તકનો તેમજ સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વિદ્વાન પૂ. મુનિરાજશ્રી જનકવિજયજી મહારાજે લખેલ તેમજ સાહિત્યસેવી પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે લખેલ પુસ્તકોનો ઉપયોગ કરાયો છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. આ પુસ્તિકામાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીના આશયથી કે શ્રી જિનાજ્ઞાથી કાંઈપણ વિપરીત છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં દઈ વિરમું છું. સહુ સત્યની આરાધના દ્વારા પરમપદ પામો એ જ પ્રાર્થના. Jain Education International = -300-00 For Private & Personal Use Only પ્રકાશક www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 116