Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ ઠોકી બેસાડવા મરણીયા બનેલા વર્ગે એ અશાસ્ત્રીય અસત્યને જ સત્ય અને શાસ્ત્રાનુસારી સત્યને જ અસત્ય તરીકે પ્રચારવાનો પ્રારંભ કર્યો. એના જ એક ભાગ તરીકે કાશીના કેટલાક વિદ્વાનોને એકપક્ષીય માહિતીઓ આપીને સત્યનું નિકંદન કરતો ‘શાસન જયપતાકા’ નામનો એક કુટિલ ગ્રંથ બનાવી પ્રચારમાં મૂક્યો. અજૈન વિદ્વાનોના હાથે લખાયેલ એ ગ્રંથથી જૈન જનતા ભ્રમિત ન બને અને સત્ય ગૂંગળાઈ ન જાય એટલા માટે આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂજ્ય આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ વચ્ચે થયેલ તિથિચર્ચાવિવાદાંતે વિજયી પુરવાર થયેલા પૂજ્ય આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ગુરુદેવ ગચ્છાધિપતિ પૂજ્ય આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે જૈન શાસ્ત્ર અને સત્યથી વેગળા એવા શાસનજયપતાકાનું નિરસન કરાવવાનો નિર્ણય લીધો. એ માટે પોતાના વિદ્વાન શિષ્ય મુ. શ્રી ભાનુવિજયજી (પછીથી આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી) મહારાજને આજ્ઞા કરી. એમણે કાશીની વિદ્વત્સમિતિનો સંપર્ક કરી, તેમને બન્ને પક્ષની તમામ વિગતો પૂરી પાડી ‘શાસન જયપતાકાની એકપક્ષીતાના પુરાવા પણ આપ્યા. જેનું અવગાહન કરતાં વિદ્વાનોને એ વાત યોગ્ય લાગી અને બન્ને પક્ષના પુરાવાઓ જોઈ-તપાસી ‘અહમ્ તિથિ ભાસ્કર નામનો ગ્રંથ બનાવી આપ્યો. શાસન જયપતાકામાં સંમતિ આપનાર વિદ્વાનોને પણ પોતાની ભૂલ સમજાતાં તેની સંમતિ પાછી ખેંચી “અહમ્ તિથિ ભાસ્કર'ને ટેકો જાહેર કર્યો. વર્ષો બાદ પતાકા’ કાર ચિત્તસ્વામીને પણ પોતાની ભૂલ સમજાતાં તેમણે પણ તેનો જાહેર એકરાર કરી “અહમ્ તિથિ ભાસ્કર'ને પોતાની સંમતિ આપી. ટોચના અજૈન વિદ્વાનો પણ માનાકાંક્ષાને આડી લાવ્યા વિના પોતાના ગિણિત ખ્યાલો બદલી સત્યનું સમર્થન કરી શકે છે. જ્યારે આજે માનાદિ કષાયોથી સર્વથા અળગા રહેવાની જેમની જવાબદારી છે, તે કેટલાક જૈનાચાર્યો પણ આવી સરળતા દાખવી શકતા નથી અને વધુ ને વધુ સત્ય માર્ગને રોધવાનો, અસત્યને પ્રચારવાનો જ પ્રયાસ કરી-કરાવી રહ્યા છે, તેમાં જૈનોનું ને તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116