________________
અનુકૂલન સધાતું ન હોય અને તેથી આશ્રમનો આશરો લેનારા પણ મળશે. અહીં મહત્ત્વનો સવાલ એ છે કે પરમાત્મા માટે જાગેલી તૃષા મૃગજળથી તો તૃપ્ત થાય તેવી નથી ને ? બાહ્ય કારણ પર પરમાત્મ-પ્રાપ્તિની ઇચ્છા આધારિત હોય તો એ ઇચ્છા એ સાચી ઇચ્છા નથી, કોઈ દુર્ઘટના બને કે પછી પોતાનાથી કોઈ ગંભીર ભૂલ, અપરાધ કે દોષ થાય અને વ્યક્તિ પરમાત્મા ભણી વળે, તો એના અંતરમાં પરમાત્મપ્રાપ્તિની સાચી લગની લાગી છે એમ બેધડક નહીં કહી શકાય. સઘળું પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનું સમજવાનું રહે.
સંસારની આધિ, વ્યાધિ કે ઉપાધિથી કે રોજિંદી સમસ્યાઓથી બળ્યોજળ્યો માણસ સંતની નિશ્રામાં સાંત્વના જરૂર પામે, પરંતુ પરમાત્મા માટેની પ્યાસ એ તો સાવ ભિન્ન બાબત છે. એવું બને કે વ્યક્તિ પોતાના પુત્રથી દુ:ખી થઈને કે એની પત્નીથી અપમાનિત થઈને “માયાવી” સંસાર ત્યજીને પરમાત્માની ખોજમાં નીકળે, પરંતુ એ જ પુત્ર કે એની પત્ની ફરી પાછા લેવા આવે તો એ પરમાત્મપ્રાપ્તિનો માર્ગ છોડીને પાછો “માયાવી’ સંસારના માર્ગે ચાલવા લાગશે. આનું કારણ એ છે કે એમનામાં જાગેલી પરમાત્મઝંખના બાહ્ય કારણો પર આધારિત હતી. એને મનોમન એમ થયું નહોતું કે સંસારનો માર્ગ છોડીને મારે પરમાત્મ-માર્ગ ખેડવો છે. સંસારનાં દુઃખોનો | તીવ્ર આંચકો હતો, એનો સ્વયંનો પાકટ અનુભવ નહીં. હૃદયમાં એવી લાગણી થઈ નહોતી કે જીવનમાં ગમે તે સંયોગો હોય તોપણ મારે પરમાત્મમાર્ગે જ જવું છે. કોઈ સંજોગથી પ્રગટેલી પરમાત્મભક્તિ એ સંજોગ બદલાતાં બુઝાઈ જાય છે.
કોઈ સંત દુ:ખમય સંસારનું વર્ણન કરે, માયાવી જગતની કે એના મિથ્યા રૂપની વાત કરે અને વ્યક્તિ સઘળું છોડીને પરમાત્મપ્રાપ્તિના માર્ગે જવાનો વિચાર કરે છે, કદાચ એ માર્ગે થોડોક જાય પણ ખરો અને ફરી સંસારરસ એને આકર્ષે તો માર્ગ છોડીને પાછો પણ વળી જાય છે, આથી પરમાત્મા માટેની તૃષા એ આંતર-તૃષા હોવી જોઈએ. ભીતરમાંથી જાગેલી ભક્તિ હોવી જોઈએ. ઋગ્વદમાં પરમાત્માનું વર્ણન કરતાં કહ્યું છે ‘ઘાવાપૃથિવી વર્માર્ત ' અર્થાત્ “તે પરમાત્મા ઘી (સ્વર્ગ) અને પૃથ્વી બંનેને ધારણ કરે છે” (૧૦.૩૧.૮) અને અન્યત્ર એ પરમાત્માનું વર્ણન કરતાં ‘ઋગ્વદ’ના ઋષિ કહે છે :
પરમનો સ્પર્શ ૨૫