Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 217
________________ ૦ Jdh≥ [lo×ãh 2૦૨ જ એના હતુ કે મર્મ સુધી લઈ જાય છે. મોટા ભાગની વ્યક્તિઓ કાર્યની સપાટી પર સતત તરતી કે બાથોડિયાં ભરતી હોય છે. એક પછી એક કાર્યની અવિરત પરંપરા સર્જે છે. કાર્ય વિના એ ભેંચેન બને છે. કાર્ય એ જ એના જીવનનો પ્રાણવાયુ. પરંતુ એ કાર્ય પાછળના મર્મ, હેતુ કે પ્રયોજન વિશે ભાગ્યે જ વિચારતી હોય છે. સતત ફરતા ચગડોળની માફક એની કાર્યશીલતા ગતિ કરતી હોય છે. એ ચગડોળ થંભે તો જ એ આખો ચગડોળને ધારણ કરતા વચ્ચેના થાંભલાને જોઈ શકે છે. પ્રવૃત્તિના ચગડોળમાં ઘૂમતો માનવી પ્રવૃત્તિના પ્રયોજનને ભાગ્યે જ યાદ કરે છે અને યાદ કરે ત્યારે પણ એ કાર્યનો પોતાના ઊર્ધ્વ જીવન સાથેના અનુબંધનો કોઈ વિચાર કરતો નથી. આ કાર્ય મારા વનના ઉચ્ચ પ્રયોજનને કઈ રીતે ઉપકારક બનશે કે પરમાત્મા પ્રત્યેની ગતિમાં કેટલું સહાયક બનો એનો સ્વપ્નેય ખ્યાલ કરતો નથી. જિંદગીભર સપાટી પરનાં સ્થૂળ કાર્યો કરીને થાકી ગયેલા, હારીને હતાશ થયેલા, જીવતા છતાં નિષ્પ્રાણ માનવીઓનો કોઈ સુમાર નથી. એમના કાર્યનું ચક્ર સ્થંભે અને એમાંથી નિવૃત્ત થવાની પરિસ્થિતિ જાગે, ત્યારે જીવનમાં ધરતીકંપ સર્જાતો હોય છે. ગઈ કાલ સુધી જે મહાસાગરમાં રાતિદવસ મહાલતા હતા. એ આખીય પ્રવૃત્તિનો મહાસાગર નિવૃત્ત થતાં અંતર્ધાન થઈ જાય છે, પછી કરવું શું ? બેંકમાં નોકરી કરતો ક્લાર્ક કે કંપનીના ઊંચા હોદ્દે રહેલા સેક્રેટરી કે સરકારી ખાતાના ઉચ્ચ અમલદારની નિવૃત્તિ પછીના દિવસનો વિચાર કરો. એનું આખું જગત શૂન્ય થઈ જાય છે. નિષ્કર્મણ્યતા એને ઘેરી વળે છે અને એ અનુભવે છે કે અત્યાર સુધી નજર સામે જે રંગીન, આકર્ષક ચલચિત્ર જોતો હતો તે આખુંય રંગીન ચલચિત્ર એકાએક અદૃશ્ય થઈ ગયું છે. આજ સુધી ઘર અને સમાજમાં આદર-સન્માન મળતાં હતાં, તે અનાદર અને ઉપેક્ષામાં પલટાવા લાગ્યાં છે. પોતાનાં કર્મોનો હિસાબ કરનારી વ્યક્તિ પૂર્વકર્મના ચોપડા તપાસશે તો એને ખ્યાલ આવશે કે કેટલાંક કર્મ કે કારસ્તાન વ્યક્તિ પોતાની પત્ની અને પરિવારને માટે થઈને કરે છે. કેટલાંક કાર્ય મિત્રો અને પરિચિતોને ગમે તે પ્રકારનાં અને તેમને ખાતર કરે છે. પણા સાથી કાર્યકર્તાઓમાં પોતાનો આગવો પ્રભાવ પડે એવાં કાર્યો પણ કરતા હોય છે. આ રીતે આ બધાં કર્મો અન્ય વ્યક્તિ-અપેક્ષિત હોય છે અને તેથી એ અન્યલક્ષી |_

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257