Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 229
________________ C Jdh≥ [ok?h o હોય, એકનાથ કે તુકારામ હોય, રમણ મહર્ષિ કે પૂજ્ય શ્રીમોટા હોય એ પ્રત્યેકને આનો અનુભવ થયો છે. એમણે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી અને ઈશ્વરે એમને સાથ આપ્યો. ઘણી વાર તમે એમ ધારી લો છો કે તમે ઈશ્વરીય કાર્ય કરી રહ્યા છો, પરંતુ હકીકતમાં એ ઈશ્વરીય કાર્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. એનો માપદંડ એ કે એ કાર્ય કરવાથી તમારા ચિત્તમાં આનંદ અને પ્રસન્નતા જાગે તો માનવું કે એ ઈશ્વરીય કાર્ય છે અને એ કાર્ય કરવાથી તમારા ચિત્તમાં અહમ્, વિકાર કે પામરતા પ્રગટે તો માનવું કે ઈશ્વરીય કાર્યના બહાના હેઠળ કોઈ જુદું જ કાર્ય થઈ રહ્યું છે. વ્રત, તપ, જપ, ઉપવાસ અને યાત્રા કર્યા બાદ જો હૃદયના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય નહીં તો ભીતરની તપાસ જરૂરી બને છે. આ ધાર્મિક ક્રિયાકાંડોનો આનંદ અંતરમાં પ્રગટે નહીં તો માનવું કે આ ક્રિયાકાંડ તમને કોઈ અવળી દિશાએ લઈ જઈ રહ્યા છે. પરિણામ પરથી અહીં કાર્યની દિશાનો ખ્યાલ મળશે. ચિત્ ઈશ્વરના કાર્યને નામે પોતાનો અહંકાર પોપવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. મારા આટલા બધા શિષ્યો છે અથવા તો મારા આટલા બધા માઁ, આશ્ચર્યા કે પાશ્ચર્યો છે એમ કહેનાર પણ ધીરે ધીરે કોઈ અતિ ધનાઢ્યની માફક ‘આટલા બધા'ના અહંકારમાં ઘેરાતો જાય છે. એ પોતાની સઘળી શક્તિ શિષ્યો બનાવવામાં લગાડશે; ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડઝમાં પોતાનો વિક્રમ નોંધાવવાની તૈયારી કરશે. હકીકતમાં ઈશ્વરને નામે ચાલતો આ વેપાર છે. પોતાની ધર્મસભામાં અન્યની ધર્મસભા કરતાં પાંચ ગણા વધુ લોકો આવ્યા હતા, એમ કહીને ગર્વ ધારણ કરનારને તમે કેવા કહેશો ? આટલા લાખની બોલી થઈ કે આટલા મોટા રાજનીતિજ્ઞ મળી ગયા, એમ કહીને સ્વપાસ્તિ કરનારને શું કહેશો ? સંત સ્વભાવ પ્રગટ કરે. સંસારી પ્રભાવ અહીં સંત પ્રભાવ પ્રગટ કરવાનું સાંસારિક કાર્ય કરીને પોતાના અહંકારને પોષીને, સંતત્વથી દૂર ચાલ્યા જાય છે. સાચો સંત હોય, તો આ બધી શક્તિ અને સિદ્ધિ માટે ઈશ્વરનો ઉપકાર માનશે, જ્યારે સંખ્યા ગણીને અમૃ પોષનારી કે એનું સંવર્ધન કરનારો સાધુ કે આચાર્ય કદી સત્યને પામી શકરો નહીં અને અહિંસા પાળી શકશે નહીં. સમય જતાં એક પ્રકારનો પરિગ્રહની ઘેલાયુક્ત ખાલીપો એના જીવનમાં ફેલાઈ જશે. સાચી શ્રદ્ધા ધરાવનાર મારા જીવનમાં જે કંઈ બન્યું તે મારી તાકાત, આવડત કે શક્તિને કારણે |_

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257