Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 248
________________ સાહસ હોય છે. કેટલીક વ્યક્તિઓના જીવન પર ભૂતકાળની ભૂલો એટલી બધી છવાઈ જાય છે કે એમને એમનું સમગ્ર જીવન દોષભર્યું, વિકારપૂર્ણ, પતનયુક્ત અને તિરસ્કારભર્યું લાગે છે. બાળપણની કોઈ ભૂલ અને યુવાનીમાં પણ સતાવે છે. દસ વર્ષ પહેલાંની કે પછી ગઈ કાલે કરેલી ભૂલ કેટલીક વ્યક્તિઓને એવી પરેશાન કરતી હોય છે કે એને પરિણામે એમનું જીવન નિરસ, વિષાદભર્યું ને ક્વચિત્ આઘાતજનક લાગે છે. જીવનને જરા ઊંડાણથી જોઈશું તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં ઘટનાનું મહત્ત્વ તો માત્ર વીસેક ટકા જેટલું હોય છે; બાકીના એંસી ટકા તો એ ઘટના પ્રત્યેનું આપણું વલણ અસરકર્તા હોય છે. ઘટના તરફ કેવો અભિગમ દાખવવો તે પોતાનો અધિકાર છે. પોતાના ગુના, ભૂલો કે દોષ પ્રત્યે યોગ્ય વલણ કેળવવું જોઈએ. ભૂલના આ સ્વીકાર માટે પરમતત્ત્વ પરની આસ્થા આવશ્યક છે અને એ આસ્થા જ માનવીના મનમાંથી ભૂલની, ગુનાની, ‘ગિલ્ટ’ની ભાવના દૂર કરી શકે. ભક્ત કવિ સુરદાસે સ્નિગ્ધસ્નાતા ચિંતામણિને જોયાં અને આંખ ફોડી નાખી. એ આત્યંતિકતા કહેવાય. કોઈ સાધુ કે સંત સૃષ્ટિ સમક્ષ વિકારી દેશ્ય જુએ અને મનમાં થોડીક ક્ષણ વિકાર જાગે અને પોતાની આંખોમાં મરચું ભરી દે, તે કૃત્ય કેટલું યોગ્ય કહેવાય ? ભૂલ કે દોષનું પ્રાયશ્ચિત્ત કરવા જતાં સ્વયં કેટલી મોટી ભૂલ કે મહાદોષ કરી બેસાય છે! વ્યક્તિએ એની ભૂલ કે એણે કરેલા દોષ યા પાપનું વિસ્મરણ કરવાનું નથી એ સાચું, પરંતુ સાથોસાથ આખી જિંદગી એ ભૂલથી થયેલા દોષ કે પાપના ભારનું સ્મરણ કરીને, એને મનના બોજ તરીકે રાખીને વવાની જરૂર હોતી નથી. યુવાનીમાં કોઈ સ્ખલન થઈ જાય અને પછી જિંદગીભર એ બનાવ વ્યક્તિના ખ્વનમાં હતાશા. નિરાશા, હીનતા કે આત્મનિંદા સર્જે તે યોગ્ય નથી. જાગૃત વ્યક્તિનું ખરું કાર્ય તો એ છે કે એ ભૂલમાંથી એ યોગ્ય સમજ મેળવે. વ્યક્તિની ભૂલ એ એના ચિત્તમાં સંગૃહીત વૃત્તિઓનું પરિણામ છે. જો એ પોતે કરેલી ભૂલ કે પાપની ચિકિત્સા કરશે, તો એને પોતાનાં હૃદયમાં પડેલી દુરિત વૃત્તિઓ વિશે ઘણું જાણવા મળશે. ખરી જરૂર કરેલી ભૂલ માટે પોક મૂકવાની નથી, પરંતુ એનું યોગ્ય પરીક્ષણ કરીને એમાંથી જીવનનો પદાર્થપાઠ શીખવાની છે. વ્યક્તિ એની ભુલ પાસેથી ઘણું શીખી શકે તેમ છે અને વિચિત્રતા કે કરુણતા તો એ છે કે બહુ વિરલ વ્યક્તિઓ જ પોતાની ભુલમાંથી પરમનો સ્પર્શ ૨૩૯ so0

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257