Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 255
________________ 20 ૨૪૬ પરમનો સ્પર્શ જાગૃત થતા હોય છે; જ્યારે પરમ પ્રત્યે ગતિ કરનાર સાધક આવા જુદા જુદા આવેગોમાં માનસિક રીતે આમતેમ ફંગોળાતો જતો નથી. ભૌતિક પ્રેમમાં આવેગ, ઉત્સાહ, નિરાશા, મધ્યકાલીન સુખ - આ બધું આવતું હોય છે, આ બધાની ઉપર-નીચે ઘૂમતા ચગડોળની માફક સતત ચડઊતર ચાલતી હોય છે. આવું આધ્યાત્મિક પ્રેમમાં હોતું નથી. એમાં એક તડપન હોય છે, તરસ હોય છે, પ્રાપ્તિની ઝંખના હોય છે. અધ્યાત્મના માર્ગે ચાલતા સાધક્ના જીવનમાં એ ભાવો આવતા રહે છે. ભૌતિક સુખનો રંગ ક્યારે ઊડી જાય એનો ખ્યાલ આવતો નથી. આધ્યાત્મિક માર્ગમાં સ્થિર ગતિએ વહેતો ભાવપ્રવાહ હોય છે. એ પરમ વિશે નિઃશંક હોય છે અને પરમ અંગે એનામાં ઉધમાતભર્યો ઉશ્કેરાટ પણ હોતો નથી, આથી સાધકને સૌથી મોટો લાભ એ પ્રાપ્ત થાય છે હું એના વનમાં સરોવરના શાંત જળના જેવી એક પરમ શાંતિ જોવા મળે છે. જીવનની સર્જાતી ઉત્સાહપ્રેરક કે આઘાતજનક ઘટનાઓથી એના ચહેરા પરની રેખાઓમાં કે મનના ભાવોમાં બહુ ફેરફાર થતો નથી. ધર્મગ્રંથો આને સમતા અથવા તો ચિત્તથૈર્ય કહે છે. એક વાર સાધકનું ચિત્ત પરમના સ્પર્શથી શાંતિનો જે પ્રગાઢ અનુભવ કરે છે, એ એના જીવનમાં સ્થાયી ભાવ બની જાય છે. એના વ્યવહારજીવનમાં આધ્યાત્મિક શાંતિનું પ્રતિબિંબ પડે છે, પરિણામે એના જીવનવ્યવહારમાં સ્વસ્થતા, સ્થિરતા અને શાંતિ સતત ટકી રહે છે. એક અર્થમાં કહીએ તો આધ્યાત્મિક સાધકને સાંપડતો આ સૌથી પહેલો એવો એક સામાન્ય લાભ છે. સાધનાના માર્ગે ચાલતી વ્યક્તિને ક્યારેક એમ લાગે કે ધ્યેયપ્રાપ્તિનો માર્ગ તો ઘણો લાંબો છે, વિકટ છે, પરમ સુધી પહોંચી શકરો કે નહીં એનો થ સવાલ છે; પરંતુ આવા બધા પ્રશ્નોથી એ મૂંઝાતો, અકળાતો કે ગભરાતો નથી કે પોતાની અધ્યાત્મયાત્રા સમેટીને સંસારમાં પાછી વળી જતું નથી. એના મનમાં જે કંઈ વિચાર જાગે છે તે આ પરમની પ્રાપ્તિ ક્યારે પરશે તે અંગેના હોય છે. મીરાં એના સ્પામથી રિસાની હોય કે નરિસહ મહેતા કૃષ્ણની પ્રાપ્તિમાં વિલંબ થતાં અકળાતા હોય, એનો અર્થ એટલો જોકે આ તો એમની પ્રાપ્તિની તીવ્રતાના વચ્ચે વચ્ચે જાગતા તરંગો છે. આનાથી સાધક સહેજે ઉદાસ થતો નથી અને ક્યારેય હારીને પાછો ફરી જો નથી. એ તો સતત પોતાના પરમાત્મ-પ્રેમની ધૂનમાં ડૂબેલો હોય |_

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257