Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ એક વિશ્વાસ સાથે પ્ર-ગતિ કરવાની છે. એના બળે જ ગમે તેટલો દુ:ખદાયી લાગે કે હકીકતમાં હોય, તોપણ વર્તમાનને તારે પાર કરવાનો છે.” રોજિંદા વ્યવહારજીવનમાં પણ આવી તુલના દુઃખદાયી બનતી હોય છે. કોઈ વ્યક્તિ સામે ચડીને બીજાને એમ કહે કે 'તમારા કરતાં અન્ય વ્યક્તિમાં મને વધુ શ્રદ્ધા છે' તો એ વ્યક્તિ દુઃખ અનુભવશે. ‘તમે સ્વભાવથી ઘણા સારા છો, પરંતુ અમુક ક્તિ જેટલા સારા નથી' એમ કહેવામાં આવે, ત્યારે એ અભિનંદન અભિશાપ જેવા લાગે છે. સાસુ કહે કે ‘મારી વહુ કરતાં પડોશીની વહુને રસોઈ કરતાં સારી આવડે છે. એટલે સંસારમાં હોળી સળગે છે. સંસારના વ્યવહારોમાં આવી તુલનાવૃત્તિ દુઃખો અને અભાવો સર્જનારી બને છે, ક્લેશકર નીવડતી હોય છે . વ્યક્તિ જેમ સતત તુલના કરીને પોતાના જીવનને દુ:ખી કે સામે ચાલીને વ્યગ્ર બનાવની હોય છે. તે જ રીતે જીવન સાર્થયને નિરર્થક્તામાં પલટાવનારી બીજી બાબત તે માણસના ચિત્તમાં રહેતો એના ભૂતકાળની ભૂલનો ડંખ છે. ક્યારેક એમ લાગે કે વ્યક્તિના જીવનમાં સત્તા. સંપત્તિ, સંજોગો, સફળતા, નિષ્ફળતા - એ બધાં કરતાં ભૂતકાળનો મહિમા વિશેષ છે. એ ઘણી વાર વર્તમાનની સઘળી વાસ્તવિકતા વીસરીને અતીતનો આરારો લેવાનું વધુ પસંદ કરવામાં આવે છે. જીવનમાં થયેલી ભૂલને એ ચોવીસે કલાક માથે રાખીને ફરતો રહે છે. RO પરમનો સ્પર્શ ૨૩૭ @

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257