________________
અટકાવી ન શકે તે નિષ્ફળ નસારધિ છે, આથી તૈધ એ વ્યક્તિની રાન્તિ, સ્વાર્થ, બળ, આયુષ્ય અને બુદ્ધિ - એ સઘળાંનું ભોજન કરી જાય છે. ‘વામનપુરાણ' તો કહે છે કે
'यत क्रोधिनो यजति यच्च ददाति नित्यं यद्धा तपस्तपति यच्च जुहोति तस्य प्राप्नोति नैव किमपीह फलं हि लोके मोघं फलं भवति तस्य हि कोपनस्य'
જેથી મનુષ્ય જે કંઈ પુજન કરે છે, રોજ જે કઈ દાન
કરે છે, જે કંઈ તપ કરે છે અને જે કંઈ હોંમ કરે છે. તેનું એને આ લોકમાં ફળ મળતું નથી. એ ોધીને બધાં ફળ વૃથા છે.’
ભારતીય અને પાશ્ચાત્ય બંને વિચારધારામાં કંધની ભયાવહતાનું વર્ણન મળે છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ભગવાન મહાવીર અને ચંડકૌશિક સર્પનો પ્રસંગ. આ ચંડકૌશિક કોણ હતો ? તે એક ભવમાં ઉગ્ર તપસ્વી હતો. એ તપ કરતો હતો, પરંતુ મ્રુધ પર કોઈ અંકુશ ધરાવતો નહોતો. તપ એ ક્રોધનું પણ કારણ બની શકે છે. ઘણા તપસ્વીઓને વારંવાર ગુસ્સે થતાં તમે જોયા હશે !
અંડકોશિક ઉગ્ર તપસ્વી હોવા છતાં એક સમયે ગુસ્સે થતાં પોતાના શિષ્યને મારવા દોડ્યા. ક્રોધની આંખો અંધ હોય છે. ચંડકૌશિક તપસ્વી ખૂબ દોડ્યા, પરંતુ વચ્ચે થાંભલો આવતાં એની સાથે અથડાયા અને કાળધર્મ પામ્યા. એ પછી કેટલાક ભવ બાદ એ પાંચસો તપસ્વીઓના સ્વામી બન્યા. ચંડકૌશિક નામે નાપસ બન્યા, પરંતુ એમનો ગુસ્સો ગયો નહોતો. અગાઉના ભવની કંધની મૂડી હજી બંધ હતી. એમના આશ્રમના ભાગમાં ફળ તોડતા રાજકુમારો પર ક્રોધે ભરાતાં તેઓ કુહાડી લઈને એમને મારવા દોડ્યા. ક્રેધી તાપસ ચંડકૌશિકે એવી આંધળી દોટ મૂકી કે વચમાં આવતો ઊંડો કર્યો તેમને દેખાયો નહીં અને હાથમાં રહેલી કુહાડી ઊંધે કાંધ પડેલા તાપસ ચેડશિકના માથામાં વાગી અને એ મૃત્યુ પામ્યા. એ પછીના ભવમાં એ તાપસ વિષે સર્પ ચંડકોશક બન્યા.
આ કથા સંકેત કરે છે કે ક્રોધ વ્યક્તિની ઉત્તરોત્તર કેવી દુર્દશા કરે છે કે પહેલાં તપસ્વી તરીકે સાધુના ઉપાશ્રયમાં રહેતા હતા, પછી તાપસ થઈને ઉપવનમાં રહેવાનું બન્યું અને ત્યારબાદ સર્પ તરીકે વેરાન
પરમનો સ્પર્શ ૨૨૫