Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 230
________________ નહીં, પરંતુ એની કૃપાથી આ શક્ય બન્યું છે એવું માનતો હોય છે. આવી ઈશ્વરશ્રદ્ધા અંતરમાં સ્કૂર્તિ જગાવશે અને વ્યક્તિની ચેતનાને અહર્નિશ જાગૃત રાખશે. ‘લાલચ બુરી બલા' એ કહેવત કેટલી બધી યથાર્થ છે ! જૈન ગ્રંથોમાં આવતી મમ્મણ શેઠની કથા એ લોભ અને લાલચનું માર્મિક દૃષ્ટાંત છે. મમ્મણ શેઠ પાસે સોનાનો રત્નજડિત બળદ હતો, રાજા શ્રેણિક આખું રાજ્ય વેચી નાખે, તોપણ આવો સોનાનો રત્નજડિત બળદ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ હોવા છતાં વધુ સોનાની આશાએ મમ્મણ શેઠ અમાવાસ્યાની અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઈ મળે એની પાણીના ઘૂઘવતા ઘોડાપૂર વચ્ચે શોધ કરતા હતા. સંગ્રહવૃત્તિ માનવીના વિવેક અને ઈમાનને ઓલવી નાખે છે. “અતિ લોભ તે પાપનું મૂળ છે' એ સૂત્ર કોઈ પણ યુગ કરતાં આધુનિક સમયને માટે વિશેષ યથાર્થ છે. એક દૃષ્ટિએ જોઈએ તો પ્રગતિ અને લોભ વચ્ચેની ભેદરેખા એટલી બધી ભૂંસાઈ ગઈ છે કે માણસ લોભને કારણે કાવાદાવા અજમાવીને પ્રગતિ કરે છે અને એ પોતે આચરેલા લોભને અને કરેલી કુટિલતાને ભૂલીને પોતાને પ્રગતિશીલ' માને છે. જેમ જેમ ભૌતિકતાનો અને પરિગ્રહ-પ્રદર્શનનો પ્રસાર થાય છે, તેમ તેમ લોભવૃત્તિ વધતી જાય છે અને તેથી આ લોભને કારણે વ્યક્તિ પ્રપંચ ખેલતાં અચકાતી નથી અને એની આ દુર્યોધનવૃત્તિ સ્વયંને અને સમગ્ર કુળને માટે સંહારક બને છે. વર્તમાન સંદર્ભમાં દેશના ધનને બરબાદ કરનારા ઉદ્યોગપતિઓ આનું જ એક રૂપ છે. “ઍનરોન’ અને ‘વર્લ્ડકૉમ' જેવી અતિ ધનાઢ્ય કંપનીઓનો જરા વિચાર કરો. આ કંપનીઓ પાસે એક સમયે ધનની રેલમછેલ હતી અને ‘ફૉર્ચ્યુન ૫૦૦' કંપનીઓમાં એમનું ગૌરવભર્યું સ્થાન હતું. એ ઉદ્યોગપતિઓને સર્વત્ર આદર સાંપડતો હતો, પરંતુ એમને લોભનું એવું ગ્રહણ લાગ્યું કે આખી કંપની એ લોભથી તૂટી ગઈ. - લોભવૃત્તિ માણસને જંપવા દેતી નથી અથવા એમ પણ કહીએ કે એનો લોભ સતત વૃદ્ધિ પામતો રહે છે. શેખ સાદીએ કહ્યું છે કે માનવી જો લાલચને ઠુકરાવી દે તો બાદશાહનો બાદશાહ બની શકે છે, કારણ કે સંતોષથી જ માનવી હંમેશાં પોતાનું મસ્તક ગૌરવથી ઊંચું રાખી શકે છે અને લાલચથી દોડતી વ્યક્તિ સંતોષથી દૂર જતી જાય છે.' પરમનો સ્પર્શ ૨૨૧ - )0

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257