________________
હકીકતમાં ધનપ્રાપ્તિ એ એક પુરુષાર્થ છે, તો ધનનો સદ્ભય એ મહાપુરુષાર્થ છે. અંતિમ સમયે માનવીએ બેંકની ડિપૉઝિટનો નહીં, પરંતુ આ ધરતી પરનાં સત્કાર્યોની ડિપૉઝિટનો વિચાર કરવો જોઈએ. એ વિચારે કે એણે એના જીવનને કેવી સરસ રીતે સાર્થક કર્યું ! એ ગણતરી કરે છે કે કેવાં કેવાં સત્કાર્યો એના હાથે થયાં ! આ બધાંનો સંતોષ અને પ્રસન્નતા એના ચહેરા પર હોય છે અને તેથી જ આ પૃથ્વી પર સત્કર્મોની એટલી થાપણ તો મૂકતા જવી જોઈએ કે જેથી વ્યક્તિની અનુપસ્થિતિ લોકોને દુઃખદાયી લાગતી હોય. આપણી હયાતી એ બીજાને માટે આનંદનો વિષય બનવી જોઈએ. આપણે હયાત ન હોઈએ ત્યારે આપણી ગેરહાજરીથી બીજા દુઃખ પામે તેમ થવું જોઈએ.
પરમનો સ્પર્શ ૨૧૭
પરમનો સ્પર્શ ૨૧૭
જ
|