Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 216
________________ એ ક્ષણને પકડી લે છે એ જીવનપર્યંત જાળવનારા વિરલા હોય છે. જે જ અધ્યાત્મ તરફ ગતિ કરે છે અને એ જ વ્યક્તિ પરમના અણસારને આત્મસાત્ કરી શકે છે. અખા ભગતને એક અનુભવ થયું અને એના ઝબકારે સમગ્ર જીવન પલટાઈ ગયું. પણ આપણે તો જીવનમાં ઈશ્વરને બહાના તરીકે કે પ્રસિદ્ધિના માધ્યમ તરીકે રાખીને આપણા અહમ્ના પોષણસંવર્ધનનું કાર્ય કરીએ છીએ. કોઈ વ્યક્તિ એમ કહે કે મેં કોઈએ નથી કર્યું તેટલું તપ કર્યું', અથવા તો ‘મેં ધર્મનું અજોડ આચરણ કર્યું' ત્યારે એના પ્રચ્છન્ન અહંકારને જોઈને ઈયર હસતા હશે ! કોઈ એમ કર્યું કે ‘તમે આટલું તપ કર્યું,' ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યક્તિને અહંકાર આવે અથવા તો કોઈ એમ કહે કે “તમે આટલા વિપુલ પ્રમાણમાં દાન કર્યું', તો સ્વાભાવિક રીતે જ દાનનો અહંકાર આવે; પરંતુ જૈનદર્શનમાં વ્યક્તિ એના ઉત્તરમાં કહે છે કે આ બધું તો ‘દેવ, ગુરુ, ધર્મ પસાયે' થયું છે. ‘તમે કેમ છો ?” એમ પૂછીએ તો એમ કહે કે 'દેવ, ગુરુ, ધર્મ પસાયે અમે આનંદમાં છીએ. આનો અર્થ એ કે અમે કશું કર્યું નથી. જે કંઈ કર્યું છે તે દેવ, ગુરુ અને ધર્મને કારણે છે. અમારાં સઘળાં સુકૃત્યો દેવ, ગુરુ અને ધર્મને સમર્પિત છે, એમની કૃપા વડે જ આ સઘળું શક્ય બન્યું છે. પોતાના ધર્મકાર્ય પાછળ સ્વ-શક્તિ કરતાં દેવ અને ગુરુ પ્રત્યેની ભક્તિ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કારણભૂત છે. એના વિના કશુંય શક્ય નહોતું. આવું સર્વસ્વનું સમર્પણ આદિકવિ ભક્ત નરિસંહ મહેતાના વનમાં પ્રગટ થાય છે અને એ જ ગુરુ તેગબહાદુરની વીરતામાં દશ્યમાન છે. આનો અર્થ જ એ કે ઈશ્વરની ઇચ્છા જાણવી અને પછી એમાં લીન થઈ જવું, એ સચરાચરમાં વ્યાપ્ત છે, જગતનું કોઈ પણ સ્થળ એના વિહોણું નથી. વળી જે ઈશ્વર બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે જ ઈશ્વર વમાત્રમાં રહેલો છે. ઈશ્વરની વ્યાપક્તાનો અનુભવ કરનાર જ ઇશ્વર પ્રતિ પૂર્ણ સમર્પિત થઈ શકે છે, આથી જ ઈશાવાસ્યોપનિષદ'માં કહ્યું છે : ૭૦૯ Jdh (lokāh ईशावाश्यमिदं सर्वं सर्व यत्किंचित्जगत्यां जगत् तेन त्यक्तेन भुंजीथा मा गृधः कस्यचिद्धनम् ।। માનવીનાં કર્મોની દુનિયા પણ જોવા જેવી છે. ક્યારેય કોઈ નિરાંતની ક્ષણે આપણે આપણાં કર્મોનું કાર્યોનું શાંત ચિત્તે અવગાહન કર્યું છે. વ ખરું ? કાર્ય માનવીને માત્ર સપાટી પર રાખે છે. કાર્ય વિશેનો વિચાર - @

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257