________________
૨૨
શ્રદ્ધા, તારાં રૂપ !
૧૧૨ પરમનો સ્પર્શ
વિશ્વના અતિપ્રાચીન ગ્રંથ “ઋગ્વદમાં ઋષિએ શ્રદ્ધાનો અપાર મહિમા કર્યો છે ! એનું ગૌરવગાન કરતાં એ કહે છે -
“श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यं दिनं परि । श्रद्धां सूर्यस्य निमुचि श्रद्धे श्रद्धापयेह नः ।।"
(ઋગ્વદ, ૧૦-૧૫૧-૨) અમે પ્રાત:કાળે, મધ્યાહુન સમયે અને સંધ્યાકાળે શ્રદ્ધાનું આહ્વાન કરીએ છીએ અને કામના કરીએ છીએ કે હે શ્રદ્ધાદેવી ! તમે સદૈવ અમારામાં નિવાસ કરો.”
અહીં ઋગ્વદના ઋષિ દેવો દ્વારા ઉપાસ્ય અને પરમ ઐશ્વર્યદાયી શ્રદ્ધાની વાત કરે છે. ભગવાન શ્રીરામ પર અખૂટ શ્રદ્ધા ધરાવનાર સંત તુલસીદાસજીએ ‘શ્રદ્ધા બિના ધર્મ નહીં કોઈ” એમ કહ્યું છે. એનો અર્થ એટલો કે ઈશ્વરશ્રદ્ધા હોય તો જ શક્ય બને. શ્રદ્ધાવિહોણું ધર્માચરણ આડંબર બની જાય છે.
છેક પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળ સુધી પ્રભુપ્રાપ્તિ માટેની પ્રથમ શરત રૂપે શ્રદ્ધાની વાત કરવામાં આવી છે, કારણ કે આ શ્રદ્ધા જ વ્યક્તિની આંતરચેતના અને બાહ્ય જીવન બંને પર પ્રગાઢ પ્રભાવ પાડે
ભગવાન મહાવીરે કહ્યું છે તેમ ‘સદ્ધ પરમ કુલ્તë'; અર્થાતું, ‘શ્રદ્ધા અત્યંત દુર્લભ છે'. આનું કારણ એ કે માનવચિત્ત પ્રલોભનો, કષાયો, ઇચ્છાઓ અને તૃષ્ણાઓમાં વિભાજિત હોય છે. અતિ ચંચલ, સ્વકેન્દ્રી અને સુખપ્રિય ચિત્ત જ જ્યાં કોઈ એક વાત પર ઠરીઠામ હોતું નથી, ત્યાં કઈ રીતે એ પરમાત્મા પર સ્થિર અને દૃઢ શ્રદ્ધા રાખી શકે? મનની અનંત ઇચ્છાઓ માનવીને ક્યાંય ને ક્યાંય દોડાવતી રહે છે ત્યારે એ માનવી કઈ રીતે ઈશ્વરશ્રદ્ધા પર એકાગ્રતા રાખી શકે ? વળી જે ચિત્તમાં