________________
ત્રણ આંગળીઓ ચીંધી છે. પરંતુ આવો દ્વેષ તો ક્યારેક જ પ્રગટ થાય છે. કોઈ નિમિત્ત મળતાં મનમાં દ્વેષ જાગે છે, જ્યારે રાગ તો પળે પળે પેદા થતું હોય છે.
વળી રાગ જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ એ દૂધમાં વૃદ્ધિ કરતો જાય છે એટલે કે ધીરે ધીરે રાગ એ ચિત્તને સતત દ્વેષ અને કામથી બાળતો હોય છે. આવે સમયે વ્યક્તિનું સમગ્ર ચિત્ત રાગજનિત દ્વેષથી ભરાઈ જાય છે. અને જ્યારે સમજાય કે દ્વેષ કરતાં પણ રાગને મૂળમાંથી જ ડામવો જરૂરી હતો, પણ ત્યારે વાત ઘણી વણસી ગઈ હોય છે. આપણને ખ્યાલ પણ ન હોય એ રીતે રાગ કામ કરતો હોય છે. આથી સૌથી વધુ સાવધાની વ્યક્તિએ રાગના ભાવ અંગે રાખવાની હોય છે.
કેટલીક વ્યક્તિઓમાં એવી માન્યતા હોય છે કે જીવનમાં એકાએક અણધારી રીતે કોઈ સારી ઘટના બનશે, જે ઘટના એમના જ્નનને ઊર્ધ્વમાર્ગે લઈ જશે. આવી ઘટનાની રાહમાં ને રાહમાં એ વ્યક્તિ બેસી રહે છે અને એના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી કે એને પરમનો કોઈ સ્પર્શ થતો નથી ! હકીકતમાં વનમાં સારી વસ્તુઓ બને તે માટે ચિત્તને જાગૃત કરવું પડે, કેળવવું પડે અને પરમ પ્રત્યે વાળવું પડે છે. આનો અર્થ જ એ કે અધ્યાત્મક્ષેત્રમાં કશું એકાએક બનતું નથી. લૉટરીમાં જેમ રાતોરાત લાખોનું ઇનામ મેળે એવું અહીં બનતું નથી. એને માટે તો તમારે દૃઢ મનથી પ્રયત્ન કરવો પડે છે એટલે કે સાધના એ આપોઆપ વ્યક્તિમાં આવી જતી નથી. એના માટે આવાસ કરવો પડે છે.
પહેલાં પ્રયત્નપૂર્વક મનમાં નક્ક કરવું પડે છે અને પછી એને અનુસરવું પડે છે. સાધના પ્રયત્નસાધ્ય છે. એના માટે વ્યક્તિએ પોતાનો ‘માઇન્ડ સેટ' બરાબર ગોઠવવો જોઈએ. એનું કારણ એ છે કે તૃષ્ણા એને અટકાવવા માટે કોકારા કરતી હોય છે. આ તૃષ્ણાનું પણ એક આકર્ષણ હોય છે અને એ આકર્ષણ જાગે ત્યારે વ્યક્તિ આ તૃષ્ણાથી પ્રાપ્ત થનારી ભૌતિક વસ્તુ શાશ્વત છે કે નહીં. એનો લેશમાત્ર વિચાર કરતી નથી. એ તૃષ્ણા તરફ દોડે છે. આને પરિણામે એના મનમાં એવી ઇચ્છા થશે કે પોતાનું ઘર ભવ્ય મહેલ જેવું હોય, કોઈ સુંદરીનો સુંવાળું સાય હોય, પોતાની મોટર અદ્યતનમાં અદ્યતન માંડલની હોય કે પછી પોતાની પાસે અબજોની સંપત્તિ હોય. આ બધી તૃષ્ણાઓ માણસના હૃદયને દોડાવે છે અને માનવી પણ એનાં જ સ્વપ્નો જુએ છે. જેમાં સુખ નથી
પરમનો સ્પર્શ ૧૮૧
0