________________
૧૯૬ પરમનો સ્પર્શ
પર મંત્ર-તંત્ર કે મેલી વિદ્યાની અજમાયશ કરી છે” એવો ભય એને સતત રહેતો હોય છે.
આપણા દેશમાં તો બાળપણથી જ બાળકને પોલીસ, શિક્ષક, ભૂત, પ્રેત અને ડાકણનો ભય દેખાડવામાં આવે છે. આને પરિણામે મનને ભયની આદત પડી જાય છે અને પછી એ આ ભયની આસપાસ જીવતો હોય છે. બાળકોમાં ભૂતપ્રેતનો ભય ઘણો વ્યાપકપણે જોવા મળે છે અને છતાં માતાપિતા કે શિક્ષણ આ અંગે કોઈ જાગૃતિ સેવતાં નથી.
માણસ સાહસથી ગભરાઈને સલામતી શોધવા લાગ્યો છે અને આવી સલામતીની શોધે જ એને બિનસલામત બનાવ્યો છે. સરમુખત્યારો સહુથી વધુ અંગરક્ષકોના પહેરા હેઠળ જીવતા હોય છે, કારણ કે એમને બજારમાં કે બગીચામાં અથવા સભામાં કે સત્તાસ્થાને બધે જ પ્રતિક્ષણ ભય દેખાતો હોય છે.
જીવનમાં આવતાં દુ:ખોની તપાસ કરીએ તો એનું એક કારણ સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ છે. માણસમાં શાહમૃગની વૃત્તિ જોવા મળે છે. શાહમૃગ દુશ્મનને આવતો જોઈને રેતીમાં માથું ખૂપાવી દે છે અને માને છે કે દુમન ક્યાંય નથી અને એનો દુશ્મન રેતીમાં માથું ખૂપાવીને ઊભેલા શાહમૃગને આસાનીથી પકડી લે છે. નક્કર હકીકત કે સચ્ચાઈથી ભાગનારા લોકોની સ્થિતિ આવી જ હોય છે. આવા લોકો જેનાથી ડરે છે, એને વિશે જુદી જુદી કલ્પનાઓ કરે છે. આજના સૂરજને આવતીકાલના વાદળમાં ઢાંકી દેવાની કોશિશ કરે છે. સ્વર્ગ અને નરકની માન્યતાએ જીવનમાં કેટલાં બધાં જાળાં સજ્ય છે !
મૃત્યુથી ભાગવાની માનવીની વૃત્તિને કારણે એણે કેટલા બધા પ્રપંચો સર્યા છે ! સ્ત્રીઓને સાચવી શકવાની ક્ષમતા ગુમાવી બેઠેલા હિંદુસમાજે સતીપ્રથાનું સર્જન કર્યું. પરદેશગમન પર પ્રતિબંધ મૂકીને એણે સચ્ચાઈથી ભાગવાનો એક સમયે પ્રયાસ કર્યો હતો. આ રીતે ભયજન્ય બાબતની આસપાસ એ એવી માન્યતાઓ રચી દે છે કે જે માન્યતાઓ જ એના જીવનમાં દુ:ખનું કારણ બને છે. આપણા દેશે સચ્ચાઈથી ભાગવાને કારણે ઘણાં અનિષ્ટો સર્યા છે અને એ અનિષ્ટો સમાજને દુ:ખદાયી બન્યાં છે. આ માન્યતાઓએ જ કેટલીય વિધવાઓના જીવનને નરકની યાતનામું બનાવ્યું હતું.
આપણા દુઃખની શોધ કરીએ તો ઘણી વાર એમ જણાય કે આ