________________
માત પ્રિયા, સુત, તાત ને ભગિની, સગાં, સહોદર સોય; કુળ કુટુંબ સખા ગોત્ર ને જ્ઞાતિ એમાં તારું છે નહિ કોય; સગું એ તો સર્વે રે, સુખ ને દામ તણું.
અહીં પરમ સાથેના સંબંધની વાત છે અને જ્યારે યોગી કે સંત પરમ સાથે સંબંધ જોડે છે ત્યારે સંસારની સઘળી બાબતો સરી પડે છે. વ્યક્તિ સંન્યાસી થાય ત્યારે એની સૌથી નિકટ રહેલું એનું નામ પણ બદલાઈ જાય છે. આથી જીવનલક્ષ્ય ધરાવનાર પોતાની જાત સાથે સંબંધ કેળવે છે અને પછી એ જીવનલક્ષ્ય જ એના સંબંધોનું નિર્ણાયક બળ બને છે.
એ સાધક બનવા ચાહતો હશે તો સાધકો સાથે સંબંધ રાખશે અને સદ્ગુરુની નિશ્રાનું સેવન કરશે. એ યોગી થવા ચાહતો હશે તો યોગમાર્ગે ચાલીને યોગીજનોની કૃપા મેળવવા માટે પ્રયાસ કરશે. આમ, સાંસારિક સંબંધોનો અંત આવે છે, પણ પોતાના જીવનલક્ષ્યને સહાયરૂપ એવા સંબંધોનું સર્જન થાય છે. આ જીવનલક્ષ્યને સહાયરૂપ એવા સાધકના સંબંધોમાં કોઈ બાહ્ય બાબત કારણભૂત હોતી નથી. માત્ર અંતરની સમાન મતિ અને ગતિનો સાથ હોય છે. એમને સાધના કરવાનો રંગ હોય છે અને એ રીતે સાધકવૃંદમાં જીવવાનો અનેરો આનંદ હોય છે.
જીવનમાં વ્યક્તિ સાથે ગમે તેટલો ગાઢ સંબંધ હોય તોપણ થોડીક તો ભિન્નતા રહે જ છે. એકબીજા પ્રત્યે અપાર સ્નેહ હોય તોપણ એમાં પૂર્ણતા પમાતી નથી. આવો પૂર્ણ સ્નેહ તો વ્યક્તિને પરમાત્મા પાસેથી જ પ્રાપ્ત થાય છે, આથી પૂર્ણ સ્નેહની વાંછના રાખનાર પરમાત્મા તરફ જશે અને એ જેમ જેમ પરમાત્મા તરફ ગતિ કરશે, તેમ તેમ એની જગતના સંબંધો અંગેની દૃષ્ટિ પલટાઈ જશે. એ સંબંધોનો સદંતર ઇન્કાર નહીં કરે, પરંતુ એનાથી મહાન એવા પરમ સાથેના સંબંધ પ્રત્યે વધુ આદર પ્રગટ કરતો રહેશે. વ્યવહારના સંબંધોમાં તો વ્યક્તિ સામે હતી. એની સાથે રહેવાનું બનતું હતું. એ ભેટ પણ લાવતી હતી અને આમ બધું ચાલતું હતું.
પરમાત્મા સાથેનો સંબંધ બંધાશે એટલે ભેટ આપવાનું ચાલુ રહેશે. પરમાત્મા સાક્ષાત્ સામે નહીં હોય તોપણ વ્યક્તિ પોતાની નિર્બળતાની ભેટ આપતી રહેશે અને ધીરે ધીરે સાંસારિક સંબંધોનું આકર્ષણ ઓછું થતું જાય છે. પિતા એ પિતા રહે છે, માતા એ માતા રહે છે, પરંતુ
પરમનો સ્પર્શ ૮૫