________________
0
Jdhe (lokah ૬૦b
એની સાથે સ્નેહભર્યા સંબંધો રાખનાર કોઈ વ્યક્તિ દુર્વર્તાવ કરે, તોપણ એ સાંખી લેતો હોય છે, કારણ કે એના સાક્ષીભાવને વ્યક્તિના બદલાયેલા રૂપને જોવાની મજા આવે છે. એ વિચારે છે કે આ જ વ્યક્તિ એક સમયે કેવી રીતે વર્તતી હતી અને આજે કઈ રીતે વર્તે છે ! એને વ્યક્તિના દુર્વ્યવહારથી દુઃખ જરૂર થાય છે. પરંતુ મનોમન એમ પણ વિચારે છે કે એ વ્યક્તિના અંતરંગની એક ઓળખ તો મળી ને ! આથી એ અન્ય વ્યક્તિ તરફ ઘૃણા કે તિરસ્કાર દાખવવાને બદલે એને એક ‘અભ્યાસના વિષય’ તરીકે જોશે. દુ:ખમાં સાક્ષીભાવ રાખનાર જીવન વવાનો આનંદ પામી શકે છે અને આવી વ્યક્તિ જ પોતાની પ્રતિમા ખીલવી શકે છે. એના જીવનકાર્યમાં રહેલો ઉત્સાહ અને નવું નવું સર્જન કરવા પ્રેરતો હોય છે. હકીકતમાં તો કોઈ સર્જકનું સર્જન, વિજ્ઞાનીનું સંશોધન કે કોઈ નિષ્ણાતની શોધ એ બધું આ ઉત્સાહનું જ પરિણામ હોય છે .
વહેલી સવારે ઉત્સાહભેર તમે તમારા પલંગમાંથી ઉઠો ત્યારે તમને
લાગે છે. એ સમયે તમને એક પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થાય છે. જ્વનની એક સોનેરી સવારનો આનંદ અનુભવો છો. આજુબાજુનું વાતાવરણ હતું-જીવતું લાગે છે અને તમે નિત્યકર્મ શરૂ કરો ત્યારે એક પ્રકારનો જુસ્સો અનુભવો છો. ચોતરફ તાજગી ને તરવરાટ દેખાય છે.
ઉત્સાહીનું પ્રભાત આવું હોય છે તો નિરુત્સાહીનું પ્રભાત કેવું હોય? એ આખી રાતનો બોજ લઈને સ્વપ્નથી વિક્ષુબ્ધ નિદ્રા સમેટીને ચિંતાથી ગમગીન ચહેરે ઊઠતો હોય છે. એ માંખો ચોળો, ત્યારે એને પોતાના શરીરમાં ઊંડે સુધી પડેલી આળસના સળવળાટનો અનુભવ થશે. આજુબાજુના વાતાવરણ તરફ એ તિરસ્કાર-ષ્ટિથી જોશે અને સામે ઘરનાં સ્વજનો હશે. તો એમને જોઈને એના ચહેરા પર સ્મિતને બદલે ઉપેક્ષા કે નારાજગીનો ભાવ પ્રગટશે. ફરિયાદ, નિરાશા અને દોષદર્શનની ઉપા સાથે એનું ઊઠવાનું થશે. સામાન્ય રીતે સવારે વ્યક્તિની શક્તિ અને સ્ફૂર્તિ પરાકાષ્ઠાએ હોય છે, જ્યારે નિરુત્સાહી વ્યક્તિ ઊનાની સાથે જ પોતાની સઘળી શક્તિઓ શોષાઈ ગઈ હોય એવો અનુભવ કરશે, તેથી એને કોઈ બાબત આનંદિત કરી શકશે નહીં.
ઉત્સાહ હો તો વનમાં વ્યક્તિનો અભિગમ ઘગશભર્યો બની રહેશે અને એ ઉત્સાહને જાળવશે, તો એનામાં તેની સતત વૃદ્ધિ થયા કરશે.
|_