________________
વિશેષ આનંદ પ્રગટે છે.
અણુની શક્તિ કેટલી બધી મહાન છે. એવી જ રીતે એક નાની મદદ પણ જીવનમાં ઘણી વાર મોટી લાભદાયી કે કલ્યાણકારી ઘટના સર્જવાની ક્ષમતા ધરાવે છે. એક નાનકડું કાર્ય પણ અન્યના જીવનમાં અસરકારક પરિવર્તન લાવી શકે છે અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ બનાવી શકે છે. એવા અનેક કિસ્સાઓ મળશે કે જેમાં વ્યક્તિએ સામાન્ય જણાય તેવી સહાય કરી હોય, કિંતુ તેને પરિણામે સહાય પામનારી વ્યક્તિનું જીવન અત્યંત સુખી થઈ ગયું હોય. આવાં નાનાં નાનાં કાર્યો ઘણા મોટા આનંદનું સર્જન કરતાં હોય છે.
આપણે જીવનમાં મોટા આનંદોની શોધમાં નીકળીએ છીએ. આપણું લૉટરી-માનસ હંમેશાં જંગી આનંદનો વિચાર કરે છે, પરંતુ એને બદલે આપણાં નાનાં નાનાં આનંદભર્યા કાર્યો પણ લોકોને ઘણાં ઉપયોગી બનતાં હોય છે એ ભૂલવું જોઈએ નહીં. આને માટે જાગૃત થઈને વ્યક્તિએ પ્રમાદ છોડવો જોઈએ. ઘણી વાર એની આળસને કારણે એ આવી નાની નાની મદદો કરવાનું કે કોઈને ઉપયોગી થવાનું ટાળતો હોય છે.
પ્રમાદથી જીવનમાં સ્થગિતતા આવતી હોય છે, જ્યારે અન્યને નાનીશી મદદ કરવાથી વ્યક્તિની પોતાની ચેતના જાગૃત થશે. મનુષ્ય તો ઠીક, વૃક્ષ પણ પોતાના શિરે સૂર્યનો બળબળતો તાપ સહન કરીને નીચે બેસનારને | છાંયડો આપતું હોય છે. વળી સોનેકા કહે છે તેમ જે મનુષ્ય બીજા | પર ઉપકાર કરે છે તે પોતાના પર ઉપકાર કરે છે. ઉપકાર કરવાનો ભાવ જ એને માટે ઉચિત પુરસ્કાર બની જાય છે, કારણ કે આવા ભાવમાંથી જ એની ઉપકારવૃત્તિ પેદા થઈ હોય છે.”
અન્યને કરેલી મદદ, સહાય કે ઉપકાર એ તો જીવનની મોટર ચલાવતા યંત્ર જેવી છે. એ યંત્ર ચાલશે તો તમારી ચેતના જાગૃત થશે, નવું બળ અને ગતિ આવશે અને જીવનમાંથી સ્થગિતતાનો ત્યાગ થશે.
આજનું આપણું જીવન કંટાળાજનક, નિરુત્સાહી, સ્થગિત કે ઉદાસીભર્યું લાગે છે, એનું એક કારણ એ છે કે આપણે આપણી નિકટની વ્યક્તિઓએ કરેલા ઉપકારનું સ્મરણ કરતા નથી. આપણી નાનકડી શાબાશી અન્ય વ્યક્તિના જીવનમાં નવો ઉત્સાહ પ્રેરનારી બને છે. એનાથી તમારા ભીતરને આનંદ આવે છે. આજે માનવી પોતાના ભીતરમાં જોવાનું ભૂલી ગયો છે અને એથી જ અંદરનો આનંદ પામવાનું ચૂકી ગયો છે.
પરમનો સ્પર્શ ૪૫