________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પાંપણે બાંધ્યું પાણિયારું આંખો ખોલી. રાજા પ્રિયદર્શન અને રાણી વિધુત્રભાની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. રાજકુમારીને પોતાના ઉત્સંગમાં લઈ રાજા-રાણી ભાવવિભોર થઈ ગયાં. રાજા હરિએણે રાજા પ્રિયદર્શનને કહ્યું : “રાજનું, મને અનુજ્ઞા આપો, હું અમરાવતી જઈશ.” રાજા પ્રિયદર્શને કહ્યું : “હે ઉપકારી મહાપુરુષ, તમને એમ જ નહીં જવા દઉં. થોડા દિવસ અહીં રોકાવું જ પડશે. અમને આપની સેવાનો અવસર આપી અમારાં ચિત્તને સંતુષ્ટ કરવાં પડશે.”
રાજા પ્રિયદર્શનના અતિ આગ્રહને રાજા હરિષણ ટાળી ન શક્યા. તેઓ મંગલાવતીમાં થોડા દિવસ રોકાયા. એ અરસામાં રાજા પ્રિયદર્શન અને રાણી વિદ્યુતૂભાએ નિર્ણય કરી લીધો કે “પ્રીતિમતિનું લગ્ન રાજા હરિપેણ સાથે કરવું.” એક દિવસ તેમણે રાજા હરિપેણને પોતાનો મનોરથ જણાવી દીધો. શુભ દિવસે અને શુભ મુહુર્ત પ્રીતિમતિનાં લગ્ન રાજા હરિફેણ સાથે થઈ ગયાં.
પ્રીતિમતિને લઈને રાજા હરિપેણ અમરાવતી આવ્યા. નગરવાસીઓએ રાજા-રાણીનું આનંદભેર સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાએ પ્રીતિમતિનો હૈયાનાં હેતથી આદર કર્યો. પ્રીતિમતિએ રાણી પ્રિયદર્શનામાં જાણે પોતાની માતાનાં દર્શન કર્યા. બંને રાણીઓના સંગે વર્ષો સુધી રાજા હરિપેણે ભોગસુખ ભોગવ્યાં.
રાજ કુમાર જિતસેન યૌવનમાં આવતાં એક સુશીલ રાજકુમારી સાથે એનાં લગ્ન કર્યા. લગ્નમહોત્સવ પૂર્ણ થતાં જ રાણી પ્રિયદર્શનાએ દેહનો ત્યાગ કર્યો... અચાનક જ રાણીએ આ સંસારમાંથી વિદાય લઈ લીધી... રાજા હરિપેણના હૃદયને ભારે આંચકો લાગ્યો. તેમનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. રાણી પ્રીતિમતિ રાજાના મનને શાંત-પ્રશાંત કરવા અનેક ઉપાયો કરે છે.... રાજાનું મન હળવું બને છે, પરંતુ સંસારનાં ભોગસુખોથી વિરક્ત બને છે! પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો તેમને અસાર ભાસે છે. રાજ્યવૈભવો તેમને ક્ષણિક સમજાય છે.
એક દિવસ તેમણે પ્રીતિમતિને કહ્યું : “દેવી, મારું મન હવે રાજમહેલમાં ઠરતું નથી... સંસારનું કોઈ સુખ હવે મને સુખરૂપ લાગતું નથી.... હવે તો બસ, શેષ જીવન ગુરુદેવના આશ્રમમાં રહીને વ્યતીત કરવાની ઇચ્છા થાય છે. પરમાત્મા ઋષભદેવનાં ચરણકમળની સેવા કરતાં કરતાં જીવન પૂર્ણ થાય....”
પ્રીતિમતિએ રાજાની ઉચ્ચ ભાવનાને અભિનંદતાં કહ્યું : “હે નાથ, આપની ભાવના ઉત્તમ છે. ઉત્તરાવસ્થામાં આત્મકલ્યાણ સાધી લેવાની ભગવાન ઋષભદેવે પ્રરૂપેલી સંસ્કૃતિ છે. આપનો મનોરથ મને પણ ગમ્યો છે. હું પણ આપની સાથે જ આવીશ.'
For Private And Personal Use Only