Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 150
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ પાંપણે બાંધ્યું પાણિયારું મૂચ્છિત ઋષિદત્તાને મરેલી સમજીને ચાલ્યા જવું. ત્યારથી માંડીને બધી જ વાત મેં કરી. કાવેરીમાં રુકિમણી દ્વારા સુલસા જોગણના પથંત્રની જાણકારી કેવી રીતે મળી. તે વાત જ્યારે કરી, ત્યારે પિતાજીના શ્વાસ અધ્ધર થઈ ગયા... મા તો ઋષિદત્તાને પોતાના ખોળામાં લઈ પંપાળવા લાગી ગઈ. રુક્મિણી સાડીના પાલવથી પોતાની ભીની આંખો લૂછવા લાગી. વાતાવરણ અતિ કરુણાભીનું બની ગયું. પિતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેઓ ગદ્ગદ્ સ્વરે બોલ્યા : મારે હાથે ઘોર અન્યાય થઈ ગયો.... મહાસતી એવી પુત્રવધૂ પર કાળો કેર વર્તાઈ ગયો. કેવું ઘોર પાપ ક્યું? કેવાં ચીકણાં પાપકર્મો મેં બાંધ્યાં?' પિતાજી, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મેં તેઓને શાંત કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું : પિતાજી, ઋષિદનાનું જ કોઈ પાપકર્મ ઉદયમાં આવેલું, તેથી જ એના પર કિલંક આવ્યું, આપ પણ શું કરો? હવે આપ શોક ન કરો. જેને અંત સારો તેનું બધું સારું! ઋયિદત્તા જીવંત મળી ગઈ..... એ જ પુણ્યોદય - “બેટા, તારી વાત સાચી છે, પરંતુ મારાં કુકર્મોનો મને ઘોર પશ્ચાત્તાપ થાય છે.... મેં મારી પુત્રવધૂ ઉપર કેવો જુલમ ગુજાર્યો? બેટી ઋષિદત્તા, મારા અપરાધની તારી પાસે ક્ષમા માગું છું....' પિતાજીના કરુણ આક્રંદે અમને સહુને રડાવી દીધાં. ઋષિદત્તાએ સ્વસ્થ બની કહ્યું : “પિતાજી, આપે ક્ષમા માગવાની ન હોય. આપ પ્રજાવત્સલ છો. આપના હૈયે પ્રજાનું હિત વસેલું છે... પ્રજાજનોની હત્યાથી આપનું હૃદય અકળાય તે સ્વાભાવિક છે. અને પરિસ્થિતિ તથા સંયોગો જ એવા ઊભા થઈ ગયા હતા કે આપ મને સજા કરો... આપે પુત્રસ્નેહનું બલિદાન આપ્યું અને પ્રજાની સુરક્ષા માટે પગલું ભર્યું... આપ નિર્દોષ છો....” ઋષિદત્તાની વાતથી પિતાજીને થોડી શાંતિ મળી, પરંતુ તેમના હૈયાની વેદના તો તેવી ને તેવી જ રહી. તેમણે કહ્યું : કુમાર, નગરજનોને ઋષિદરાની નિર્દોષતાનો ખ્યાલ આવી જવો જોઈએ. માટે આવતી કાલે રાજસભામાં હું સુલસા જોગણના પયંત્રની વાત કરીશ, જાહેરમાં ઋષિદત્તાની ક્ષમા માગીશ....' પિતાજીએ અમને સહુને જવાની અનુજ્ઞા આપી. માતાની સાથે અમે સહુ બહાર નીકળ્યાં અને માતાના ખંડમાં પહોંચ્યાં. રુકિમણીએ માતાની આગળ ઋષિદતાની પેટભરી પ્રશંસા કરવા માંડી. ઋષિદત્તાએ કહ્યું : “જો મારી પ્રશંસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163