Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૧૪૩ પોતાની પુત્રી માનતાં હતાં. આવીને તેમણે એ બધો જ વ્યવહાર કર્યો કે જે ઋષિદત્તાના પિતૃગૃહ તરફથી થવો જોઈએ. અમે રાજકુમારનું નામ “સિહરથ' રાખ્યું. અમે થોડાક વધુ દિવસો મહારાજા સુરસુંદરને રોકાઈ જવા આગ્રહ કર્યો. તેઓ રોકાઈ ગયા. રાણી વાસુલા તો સિંહરથને પોતાના ખોળામાંથી નીચે જ ન મૂકે. રુમિણી તો જાણે પોતે જ માતા હોય એ રીતે સિહરથને પ્રેમ આપતી હતી. ટૂંકમાં કહું તો સિંહાથનો જન્મ થતાં અમારો મહેલ ‘આનંદમહેલ” બની ગયો. વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યાં. સંસારનાં અનેક કંધોમાંથી પસાર થતાં રહ્યાં... સંસારમાં જ્યાં અનંત જન્મો પસાર થઈ ગયા.... ત્યાં થોડાંક વર્ષોનું જીવન પસાર થતાં કેટલી વાર? સિંહ રથનો બાલ્યકાળ વીતી ગયો, તરુણાવસ્થા પણ પસાર થઈ ગઈ... અનેક કળાઓમાં એ પ્રવીણ બનતો ગયો. એક દિવસ કાવેરીથી સમાચાર આવ્યા કે મહારાણી વાસુલા અસ્વસ્થ છે, રુક્મિણીને યાદ કરે છે... તુરંત જ મેં રાજકુમાર સિંહરથ સાથે રુક્મિણીને કાવેરી જવા રવાના કરી. ભોજનાદિથી નિવૃત્ત થઈ સંધ્યા સમયે હું મહેલના પશ્ચિમ દિશાના ઝરૂખે બેઠો હતો. ક્ષિતિજ ઉપર સંધ્યા ખીલી હતી. સંધ્યાના રંગો જોવામાં હું લીન હતો, ત્યાં ઋષિદત્તા આવીને મારી પાસે બેસી ગઈ હતી.... તે બોલી : “સંધ્યા કેવી અદૂભુત ખીલી છે!' મેં ઋષિદત્તા સામે અર્થસૂચક દૃષ્ટિએ જોયું! પણ એની નજર ક્ષિતિજ પર મંડાઈ ગઈ હતી. અચાનક સખત પવન શરૂ થઈ ગયો અને ક્ષિતિજ પર કાળા ભમ્મર વાદળો ઘેરાઈ ગયાં! ‘દેવી, સંધ્યા વિલાઈ ગઈ! રંગો નષ્ટ થઈ ગયા! રોનક ચાલી ગઈ! “હું, બધું ક્ષણવારમાં... ડૂબી ગયું!' શું આપણું જીવન પણ આવું નથી? બધું જ ક્ષણિક! બધું જ અસ્થિર અને બધું જ નાશવંત!' સાચી વાત છે નાથ, યૌવનના રંગો કાણિક જ છે ને? જીવન નાશવંત જ છે ને? વૈભવો પણ અસ્થિર જ છે ને?” બસ, પાપકર્મનાં ઘનઘોર વાદળો ચઢી આવે, એટલી જ વાર! બધું હતું ન હતું થઈ જાય....” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163