________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું.
૧૪છે. બોલાવી લઈએ. સિંહરથનો રાજ્યાભિષેક કરી આપણે ચારિત્રમાર્ગે પ્રયાણ કરીએ.”
ઋપિદત્તાએ મારો પ્રસ્તાવ વધાવી લીધો. મેં તુર્ત જ દૂતને બોલાવી કાવેરી જવાનો આદેશ આપ્યો, દૂત મારો સંદેશ લઈને અશ્વારૂઢ બની કાવેરી તરફ ઊપડી ગયો.
બીજા દિવસે મહામંત્રીને બોલાવીને મારી ભાવના તેમને કહી, વયોવૃદ્ધ મહામંત્રીની આંખો ભીની થઈ ગઈ. થોડી વાર તેઓ કંઈ જ બોલ્યા નહીં... મેં કહ્યું :
મહામંત્રી, આપ સુજ્ઞ છો, સંસારના સ્વરૂપને જાણો છો. છેલ્લા કેટલાય દિવસોથી મારા મનમાં આંતરસંઘર્ષ ચાલતો હતો.... છેવટે ગઈ કાલે પૂજ્ય આચાર્યદેવના મુખે રાણીના પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળ્યો અને વૈરાગ્યભાવના દઢ થઈ. રાણીને મેં મારો નિર્ણય જણાવ્યો ત્યારે તેમણે પણ મારી સાથે જ સંસારત્યાગ કરવાની ઇચ્છા બતાવી.'
આપ સિંહરથને સંભાળજો. એનામાં અનેક સગુણો છે, છતાંય યુવાન વય છે. ક્યારેક કોઈ ભૂલ કરી બેસે તો આપ સુધારી લેશો. પ્રજાનું હિત એના હૈયે કાયમ રહે તે માટે સમયે સમયે એને માર્ગદર્શન આપજો.”
મહારાજ, રાજપાટ છોડીને, અપાર વૈભવસંપત્તિનો ત્યાગ કરીને આપ ચારિત્રજીવન અંગીકાર કરવા ઇચ્છો છો, એ આપનો મહાન પુરુષાર્થ છે. માનવજીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ છે... આપનો નિર્ણય સાચો છે, સારો છે, પરંતુ આપના પ્રત્યેનો સ્નેહ મારા હૃદયને વ્યથિત કરે છે... બાકી, હવે મારે પણ કેટલાં વર્ષ જીવવાનું છે? હું તો આ સંસારમાં બે-ત્રણ વર્ષનો મહેમાન છું.... હું ચારિત્ર જીવન ન લઈ શક્યો, એનું મારા હૃદયમાં દુઃખ છે. હવે મારા માટે એ જીવન અસંભવ છે...”
સિંહરથના રાજ્યાભિષેક અંગેની વાતો કરી અમે છૂટા પડ્યા. હું પૂર્ણ વફાદાર મહામંત્રીને જતા જોઈ રહ્યો. રાજ્યને અને રાજપરિવારને પોતાનો માની, એના તરફના પોતાના બધાં જ કર્તવ્યોને જિંદગીપર્યંત બજાવનારા એ મહાપુરુષને મારું મન વંદી રહ્યું.
હું મારાં આવશ્યક કાર્યોમાં ગૂંથાયો. મધ્યાહૂનનો સમય થયો. ઋષિદત્તાએ મને ભોજનાદિથી પરવારવા કહ્યું. હું ભોજન માટે ભોજનાલયમાં ગયો. ત્યાં ઋષિદત્તાએ મને કહ્યું :
For Private And Personal Use Only