Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २४ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ મુહૂર્તે મારો રાજ્યાભિષેક થઈ ગયો. સમગ્ર રાજ્યમાં ભવ્ય મહોત્સવ ઊજવાયો. હજુ રાજ્યાભિષેક મહોત્સવની ઉજવણી પૂરી પણ નહોતી થઈ, ત્યાં ઉઘાનપાલકે સમાચાર આપ્યા કે બાહ્ય ઉદ્યાનમાં એક તેજસ્વી અને પ્રતિભાસંપન્ન જૈનાચાર્ય વિશાળ શિષ્ય-પરિવાર સાથે પધાર્યા છે. સમાચાર સાંભળી અમને સહુને ખૂબ જ હર્ષ થયો. પિતાજીને તો જોઈતું હતું ને મળી ગયું! પિતાજીની સાથે અમે સહુ એ પૂજ્ય આચાર્યશ્રીને વંદન કરવા અને તેઓનો ઉપદેશ સાંભળવા બાહ્ય ઉદ્યાનમાં ગયાં. આમ્રવૃક્ષો અને અશોકવૃક્ષોની ધટાઓમાં એવી નાની નાની કુટિરો હતી કે જ્યાં સાધુ-સંતો અને પદયાત્રિકો નિવાસ કરી શકે. અમે ત્યાં જોયું તો એ બધી જ કુટિરો અને એનાં આંગણ, સાધુપુરુષોની જ્ઞાન-ધ્યાન-ભક્તિ-સેવા વગેરે વિવિધ આરાધનાઓથી પુલકિત બની ગયાં હતાં. આચાર્ય ભગવંતનું પુણ્યનામ શ્રી ભદ્રાચાર્યજી હતું. જ્યારે અમે નતમસ્તક બની તેઓના ચરણે ભાવપૂર્ણ વંદના કરી, તેઓએ ‘ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. તેઓનાં આશીર્વાદ-વચનોમાં મીઠાશ હતી, કરુણા હતી અને હૃદયને ઝણઝણાવી દેનાર શક્તિ હતી. તેઓએ અમને ધર્મોપદેશ આપ્યો. વૈષયક સુખોની નિઃસારતા, મારકતા અને ક્ષણિકતા સમજાવી. મોક્ષસુખની કલ્પના આપી. મોક્ષમાર્ગનું સ્વરૂપ અનેક દૃષ્ટાંતો અને તર્કોથી સમજાવ્યું. વાણીમાં જેવી મીઠાશ હતી, એવી જ વેધકતા હતી. રસલીન.... તલ્લીન બનીને અમે ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ પૂર્ણ થતાં પિતાજીએ ઊભા થઈને, બે હાથ જોડી મસ્તક નમાવી આચાર્યદેવને વિનંતી કરી : ‘ભગવંત, મને ચારિત્રધર્મ આપી, આ સંસારમાંથી મુક્ત કરવાની કૃપા કરો. મને આ સંસારનાં સુખો દુઃખરૂપ લાગ્યાં છે. મારા હૈયે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તમન્ના જાગી છે.’ ‘મહાનુભાવ! તમારો સંકલ્પ શ્રેષ્ઠ છે. તમે માનવજીવનને સફળ કરશો. અનંતકાળ જૂનાં કર્મનાં બંધનો તોડવાનો આ જ એક ઉત્તમ માર્ગ છે. વિલંબ કર્યા વિના સંકલ્પને આચરણમાં મૂકવો જોઈએ.’ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163