Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ પાંપણે બાંધ્યું પાણિયારું રાજમહેલમાં આવ્યો. પિતાજી સીધા જ મારી માતાની પાસે ગયા. હું મારા નિવાસમાં પહોંચ્યો. ત્યાં ઋષિદત્તા અને રુક્મિણી મારી રાહ જોતાં હતાં. મેં જઈને રાજસભામાં બનેલી બધી વાતો કહી સંભળાવી. જ્યારે મેં તેઓને પિતાજીની સંસારત્યાગની વાત કહી ત્યારે બંને ચેંકી ઊઠી. “શું ખરેખર પિતાજી સંયમના માર્ગે જશે? સાચે જ સંસારનો ત્યાગ કરી દેશે?” હા, પિતાજીને મેં ક્યારેય પોતાના નિર્ણયમાંથી ડગેલા જોયા નથી.” પરંતુ શું માતાજી એમને સંયમના માર્ગે જવા દેશે?” ભાવુક હૃદય તો જવાની રજા ન જ આપે, પરંતુ સમજદારી ત્યાગના માર્ગે જતા સ્વજનને રોકે પણ નહીં! માતા ખૂબ રુદન કરશે, કલ્પાંત કરશે.... પરંતુ એ પિતાજીના માર્ગમાં વિઘ્ન તો નહીં જ બને. છેવટે પિતાજીને માનવજીવનની સફળતા માટે આત્મકલ્યાણની સાધના કરવા દેવી જ જોઈએ.' “માતાજીને સમાચાર તો મળી ગયા હશે?” પિતાજી રાજસભામાંથી સીધા મારી પાસે જ ગયા. તેઓ આ વાત કરવા જ ગયા હશે.” તો તો....' બોલતાં ઋષિદત્તાની આંખો સજલ બની. મા ખૂબ રુદન કરતી હશે - એમ કહેવું છે ને?” “હા, હું જાઉં માતાજીની પાસે?' પિતાજી ત્યાંથી જાય એટલે તુર્ત જ આપણે માની પાસે જઈએ.” ઋષિદત્તા બોલી નહીં. તે ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ. રુક્મિણી પણ જાણે શૂન્યમનસ્ક જેવી થઈ ગઈ. હું પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભો રહ્યો...... નગરનાં મંદિરો ઉપર ફરકતી ધજાઓ નજરે પડી... ઉપર આકાશમાં ક્યાંક ક્યાંક ઊભેલી નાની નાની વાદળીઓને જોઈ. દૂર દૂર આકાશ અને ધરતીના મિલનને જોયું.. જાણે કે અંતયાત્રા શરૂ થઈ ગઈ હોય, એવો આભાસ થયો. પિતાજીના સંસારત્યાગના નિર્ણયે મારા અંત:કરણમાં પણ ખળભળાટ પેદા કરી દીધો હતો. ઊંડે ઊંડે મારા હૃદયમાં પણ સંયમજીવનનો પ્રેમ પડેલો હતો, એ મને સમજાયું. આ સંસારની અસારતાના, જીવનની ક્ષણિકતાના અને આત્માની વિશુદ્ધિના વિચારો મને ક્યારેક ક્યારેક આવી જતા હતા. ભોજનનો સમય થઈ ગયો હતો, પરંતુ કોઈને આજે ભોજનમાં રસ ન હતો....! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163