________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પાંપણે બાંધ્યું પાણિયારું
સન્નારી ઉપર કલંક મૂક્યું?' આવા શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા. ઘણી સ્ત્રીઓ તો આ દશ્ય જોઈને રડતી હતી. ઘણા પુરુષો પણ આ બનાવથી ખૂબ નારાજ થયા હતા, પરંતુ સત્તા આગળ કોનું ચાલે?
‘રાજકુમાર, હું તો દૂર દૂર ચાલતી હતી, યુવરાજ્ઞીની મારા ઉપર નજર ના પડી જાય, એની કાળજી રાખીને ચાલતી હતી.... મારી આંખોમાંથી શ્રાવણભાદરવો વરસી રહ્યો હતો.... ત્રણ-ચાર વખત તો ઠોકર ખાઈને હું જમીન પર પડી ગઈ હતી.... જ્યારે સ્મશાન આવ્યું ત્યારે સૂર્ય પણ અસ્ત થઈ ગયો હતો.... જાણે કે યુવરાજ્ઞી પર વરસતા સિતમથી સૂર્ય પણ શરમાઈ ગયો અને અસ્ત થઈ ગયો.....
‘બસ, સ્મશાનમાં યુવરાજ્ઞીને લઈને જલ્લાદો પ્રવેશ્યા, તે પછી સહુ લોકો રોતા-કકળતા પાછા વળ્યા.... હું પણ પાછી વળી ગઈ....’
વસંતાની વાત સાંભળીને મારા હૃદયમાં રોષની આગ ભભૂકી ઊઠી. આંખો આંસુઓથી છલકાઈ ગઈ.... હું પલંગ ઉપરથી ઊભો થયો અને ઝરૂખામાં જઈને ઊભો રહ્યો. માતા પાલવમાં મુખ છુપાવીને રડી રહી હતી. વસંતા માતાને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી. મને ચારે બાજુ અને અંતરતમમાં અંધકાર જ દેખાવા લાગ્યો.... ખરેખર હું મૂઢ બની ગયો હતો.
For Private And Personal Use Only