________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
પાંપણે બાંધ્યું પાણિયારું બેટા, ત્યાં જ તારી ભૂલ થાય છે. માનવના મનની વિચિત્રતાઓ અપરંપાર છે. તારા ઉપર તો એમને અનુરાગ છે જ, તારો જેના ઉપર પ્રેમ હતો એ ઋષિદત્તા એમને અપરાધિની લાગી.... રાક્ષસી લાગી... પ્રજાની હત્યાની પ્રક્રિયા એવી એકતરફી થઈ ગઈ કે એમાં તારા પિતાજી એ ન વિચારી શક્યા કે “રાજ કુમારના હૃદયનું શું થશે? મને ભલે ઋષિદત્તા રાક્ષસી લાગે છે, પરંતુ રાજકુમારને તો તે પ્રાણથી પણ વધુ પ્યારી છે... ઋષિદત્તા વિના એને એક ક્ષણ પણ ચેન નથી પડતું.. એનું શું થશે?' આ વિચાર એમના અસ્વસ્થ, ચિંતામગ્ન અને વ્યાકુળ મનમાં ન આવી શક્યો. કદાચ તારો વિચાર એમને આવ્યો હશે તો એમણે એમ વિચારીને પોતાના મનનું સમાધાન કર્યું હશે કે મારા કુમારને આ ઋષિદત્તા કરતાં પણ ચઢિયાતી રાજકુમારી સાથે પરણાવીશ. “ વત્ના વસુધા' - આવી ઋષિદત્તાઓ બીજી પણ મળી રહેશે. પણ આવી રાક્ષસીને તો જીવતી ન જ રખાય.”
કુમાર! મોટા ભાગે માનવી સ્ત્રી-પુરુષના સંબંધને એટલા માટે આવશ્યક માને છે કે એથી એને શારીરિક-વૈષયિક સુખની પ્રાપ્તિ થાય, સંતાનસુખની પ્રાપ્તિ થાય.... પારિવારિક જીવનના સુખની પ્રાપ્તિ થાય.... બસ, આટલું મળ્યું એટલે લગ્નજીવન સફળ! સંસારે ક્યારેય પ્રેમના પવિત્ર તત્ત્વને મહત્ત્વ નથી આપ્યું. શારીરિક અને પારિવારિક સુખો કરતાં માનસિક પ્રેમનું સુખ, નિરપેક્ષ પ્રેમનું સુખ ચઢિયાતું છે, આ વાત કોણ સમજે છે આ દુનિયામાં! સ્ત્રીનું સુખ જોઈએ છે ને? એક સ્ત્રી મરી ગઈ તો બીજી લઈ આવો! સ્ત્રી વિના ઘરમાં અગવડ પડે છે ને? બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી દો! દુનિયાની આ રીતરસમ છે. તારા પિતાજીએ તારા માટે આ રીતે વિચાર્યું હોય... ઋષિદત્તા અને તારા આંતરિક.... માનસિક.... આત્મિક સંબંધની દૃષ્ટિએ તારો વિચાર તેઓ કેવી રીતે કરી શકે...?
હું માની અર્થપૂર્ણ વાત સાંભળતો જ રહ્યો. માની વાત મને યથાર્થ લાગી. માની ગંભીર વિચારધારા મારા હૃદયને સ્પર્શી ગઈ. માએ મારી આંખોમાં દૃષ્ટિ સ્થિર કરીને કહ્યું :
કનક! હવે તું સ્ત્રીના હૃદયનો વિચાર કર. તું ઋષિદત્તાને ખૂબ ચાહતો હતો, એનો વિયોગ થયો, તારું મન કેટલી અને કેવી ઘોર વ્યથા અનુભવે છે? પ્રિયનો વિયોગ મનુષ્યને કેવો દુઃખી કરી નાંખે છે? તે વાત તેં અનુભવી ને? તું એ જ રીતે રુક્મિણીનો વિચાર કર.
રુક્મિણી તને ચાહે છે. એના હૃદયમાં તારા માટે અત્યંત પ્રીતિ છે. એ
For Private And Personal Use Only