________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨.
પાંપણે બાંધ્યું પાણિયારું નામની અત્યંત વિનીતા પુત્રી હતી. રૂપવતી અને ગુણવતી એ ઋષિદત્તાને આ જ આશ્રમમાં એક રાજ કુમાર સાથે પ્રેમ થયો.... રાજર્ષિએ એ સુયોગ્ય રાજકુમાર સાથે ઋષિદત્તાનાં લગ્ન કરી દીધાં અને તેમણે સ્વયં અગ્નિપ્રવેશ કરી દીધો... ઋષિદરા રાજ કુમાર સાથે શ્વસુરગૃહે ચાલી ગઈ.... પછી આ આશ્રમ સૂનો પડ્યો હતો.... હું આ પૃથ્વી પર પરિભ્રમણ કરતો કરતો અચાનક જ આ આશ્રમમાં આવી ચડ્યો! મને આ આશ્રમની ધરતી ગમી ગઈ! ભગવાન ઋષભદેવનું મંદિર અને મૂર્તિ ગમી ગયાં.... અને હું રહી ગયો....'
જેવી મધુરતા ઋષિદનાની વાણીમાં હતી એવી મધુરતા નિકુમારની વાણીમાં હતી! નિકુમારની વાત કરવાની પદ્ધતિ પણ ઋષિદત્તાના જેવી જ હતી. હું અજાણ્યો બનીને કુતુહલનો અભિનય કરતો મુનિ કુમારની વાત સાંભળતો હતો.
હે મુનિકુમાર! તમારાં દર્શન કરીને સાચે જ હું ધન્ય થયો છું. કહ્યું. 'રાજ કુમાર, તમને મળીને મને પણ આનંદ થયો છે. તમારામાં વિનય છે, વિવેક છે, અરે! વિનમ્રતા છે. તમે રાજ કુમાર છો, છતાં તમારામાં ઉદ્ધતાઈ નથી, અભિમાન નથી. તમારા પરિચયથી મારું હૃદય પ્રસન્નતા અનુભવે છે.' મુનિ કુમારે કહ્યું.
નિકુમારના મુખ ઉપર સ્મિત રમી રહ્યું હતું. મારું મન વધુ ને વધુ મોહિત થતું જતું હતું. મેં પૂછયું :
“મુનિકુમાર, તમારા પ્રથમ દર્શને જ મારું મન તમારા પ્રત્યે આટલું બધું કેમ આકર્ષાઈ ગયું છે. તમને જોયા જ કરું... જોયા જ કરું... એમ થયા કરે છે. તમારા દર્શનથી મારી આંખો ધરાતી કેમ નથી?”
મારો પ્રશ્ન સાંભળીને ઋષિકુમાર હસી પડ્યા. એમનું હાસ્ય પણ કામણ કરનારું હતું. તેમણે કહ્યું : “રાજ કુમાર, કોઈ કોઈને પ્રિય હોય છે.... ચંદ્રને જોઈ કુમુદ ખીલી ઊઠે છે ને? સૂર્યના દર્શને કમળ ખીલી ઊઠે છે ને? એ જેમ સ્વાભાવિક છે, તેમ આ પણ જન્મ-જન્માંતરના સંબંધોથી સ્વાભાવિક છે! પૂર્વજન્મોમાં તમારો અને મારો કોઈ એવો સ્નેહ-સંબંધ હશે!”
શું પૂર્વજન્મોનો સ્નેહસંબંધ વર્તમાન જીવન સાથે સંકળાયેલો હોઈ શકે?'
હોય છે રાજ કુમાર! કોઈ પણ જાતના પૂર્વપરિચય વિના, કોઈ અજાણી વ્યક્તિને જોતાંની સાથે જ સ્નેહ થાય છે, તે પૂર્વજન્મના સ્નેહના સંસ્કાર વિના ન જ બને. એવી રીતે કોઈ અપરિચિત અને અજાણી વ્યક્તિને જોતાંની સાથે
For Private And Personal Use Only