________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું હું મારી કુટિરમાં આવ્યો, ભોજનાદિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ આરામ કરવા પલંગમાં આડો પડ્યો. મારું મન ઋષિકુમારમાં ખોવાયેલું હતું. મને વિચાર આવ્યો : “શું આ ઋષિકુમાર મારી સાથે કાવેરી ન આવે? જો એ મારી સાથે રહે, કાયમ માટે મારી સાથે રહે તો.... કેવું આફ્લાદક એનું વ્યક્તિત્વ છે? કેવી ઊંડી એની તત્ત્વસમજણ છે! એની આંખોમાં સ્નેહ છલકાય છે, એની વાણીમાં અમૃત ઊભરાય છે. હું એને મારી સાથે આવવા માટે જરૂર આગ્રહ કરીશ...'
પરંતુ એ ઋષિકુમાર છે! વૈરાગી છે! સંસારત્યાગી છે! શું એ મારી સાથે આવવા સંમત થશે? ભલે, મને એમના પ્રત્યે પ્રેમ થઈ ગયો, પરંતુ એમને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે કેમ, એ તો હું જાણતો નથી! ઋષિ-મુનિઓ વિરક્ત હોય છે. તેઓ સંસારી જીવો પ્રત્યે અનુરાગી બનતા હોતા નથી....
તો શું મેં વિરક્ત આત્મા સાથે પ્રેમ કરીને ભૂલ કરી? પણ.... મેં પ્રેમ કર્યો જ નથી ને? પ્રેમ થઈ ગયો છે... પૂર્વજન્મના સંસ્કારના કારણે જ પ્રેમ થઈ ગયો છે. જેમ મને એમના પ્રત્યે પ્રેમ થયો, તેમ એમને મારા પ્રત્યે પ્રેમ નહીં થયો હોય? કાલે હું એમને પૂછીશ... ના ના, કાલે શા માટે? આજે સંધ્યા સમયે ભગવાન ઋષભદેવનાં દર્શન કરવા જઈશ, ત્યારે એ ઋષિકુમારને મળીશ અને પૂછીશ.
કદાચ એ કહેશે કે : “મને તમારા પ્રત્યે સ્નેહ નથી જાગ્યો!' તો? તો પણ હું એમને મારી સાથે ચાલવા વિનંતી કરીશ. ઋષિ-મુનિને ભલે સંસારી જીવો પ્રત્યે સ્નેહ કે પ્રેમ ન હોય, પરંતુ કરુણા તો હોય ને? વાત્સલ્ય હોય ને? તેઓ કઠોર કે નિષ્ફર તો ન હોઈ શકે. હું એમને કહીશ, “મારા તરફ કરુણાભાવ રાખીને પણ મારી સાથે ચાલો... હું તમારો ઉપકાર માનીશ!' એ કોમળ હૃદયના ઋષિકુમાર છે..... મારી પ્રાર્થનાને અવગણશે તો નહીં જ! વિચારો કરતાં કરતાં હું નિદ્રાધીન થઈ ગયો.
For Private And Personal Use Only