Book Title: Papane Bandhyu Paniyaru
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦. પાંપણે બાંધ્યું પાણિયારું યાદ આવી ગઈ હતી અને હું માર્ગ વચ્ચે જ બેસી પડી હતી. થોડીક આહ નીકળી... આંસુ સરી પડ્યાં.... અને વળી ઊભી થઈ ચાલવા લાગી. આપની સાથે, આપના સંગે વિતાવેલા સુખના દિવસો જાણે સ્વપ્ન હતું.... જાણે ઇન્દ્રજાળ હતી.... એમ લાગ્યું. “કેવું નહીં ચિંતવેલું બધું બની ગયું?' વળી મન વ્યાકુળતા અનુભવવા માંડ્યું. હું આશ્રમના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગઈ. ભગવાન ઋષભદેવના જિનાલયનાં દર્શન થયાં. “નમો નિVIIM' બોલી મેં મસ્તક નમાવ્યું. ઝડપથી ચાલીને હું આશ્રમના દ્વારે જઈ ઊભી રહી. આશ્રમ નિર્જન હતો, છતાં જિનાલયના શિખર પર બેઠેલા મોરે ટહુકાર કરી મારું સ્વાગત કર્યું. મારી ડાબી આંખ ફુરાયમાન થવા લાગી. મેં પરમાત્માને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને આશ્રમની ધરતી પર પગ મૂક્યો. જમણી બાજુ નજર ગઈ. પિતાજીના અગ્નિસ્નાનની જગાએ ઊભેલા સ્તૂપને જોયો.... અને હું દોડી. સ્તૂપની સામે બેસી.... અને પોક મૂકીને રડી પડી. હૃદયનો બંધ તૂટી પડ્યો.... “અરે તાત, તમારી આ વહાલી પુત્રી તમારા શરણે આવી છે....... તમારા ચરણે. પિતાજી, દર્શન આપો. પાણી વિનાની માછલી જેમ હું તરફડી રહી છું. આ દીન-હીન અને એકાકી તમારી પુત્રીને દર્શન આપો, તાત... અશરણ.... અસહાય બની ગઈ છું... મોતના દ્વારે જઈને પાછી આવી છું. મારા તાત! આ શૂન્યવનમાં કોની પાસે જઈને મારાં દુઃખ કહું? મને અહીં કોણ આશ્વાસનના બે શબ્દો પણ કહે? આવો તાત, તમે પાછા આવો.... હવે હું આપને છોડીને ક્યાંય નહીં જાઉં...' ધીરે ધીરે લથડતે પગે હું ઊભી થઈ..... સૂપને વંદના કરી.... અને પિતાજી જે કુટિરમાં રહેતા હતા, તે કુટિરમાં જઈને સાફસૂફી કરી. પિતાજી જે વ્યાઘચર્મ પાથરતા હતા, તે વાઘચર્મ હજુ ત્યાં પડેલું હતું. તે પાથરીને, હું સરોવરના કિનારે ગઈ... ત્યાં મેં સ્નાન કર્યું... વસ્ત્રોને ધોયાં, માથે વાળની જટા બાંધી લીધી. ત્યાંથી હું જંગલમાં ગઈ. જંગલનાં ફળોથી હું પરિચિત હતી. મેં ફળો લીધાં અને આશ્રમમાં આવી. કુટિરમાં જઈને મેં ફળાહાર કર્યો. પાણી પીધું અને વ્યાઘચર્મ ઉપર સૂઈ ગઈ... જ્યારે હું જાગી ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. હું ઊઠી, આશ્રમના ઉદ્યાનમાં ગઈ અને થોડાંક પુષ્પ લઈને ભગવાન ઋષભદેવના મંદિરમાં ગઈ. પુષ્પો ભગવંતના ચરણે પધરાવી મેં ભાવપૂર્વક સ્તવના કરી. સ્તવના પૂર્ણ કરીને મેં મંદિરને સ્વચ્છ કર્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163