________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું બેટા, તારી વેદના હું સમજી શકું છું. તારી વેદના એ મારી વેદના બની ગઈ છે... કોણ સહૃદયી માનવી તારી વ્યથાને ન સમજી શકે? પરંતુ આ સંસારે હમેશાં ભાવુક હૃદયોને કચર્યા છે... માટે જ તીર્થકરોએ સંસારને દુઃખરૂપ કહ્યો છે.... કર્મોની પરાધીનતામાં દુઃખ, ત્રાસ અને વેદના જ જીવાત્માને ભોગવવાની છે... ભલે ને આપણે રાજમહેલમાં હોઈએ, ભલે ને આપણી પાસે વિપુલ ભોગસામગ્રી હોય.... છતાં આજે આપણે સુખનો શ્વાસ લઈ શકતાં નથી... પ્રસન્નતાનો પમરાટ અનુભર્તી શકતાં નથી... ખરેખર તને કહું બેટા? મારું તો મન જ આ સંસારનાં ભોગસુખોથી વિરક્ત બની ગયું છે... આ રાજમહેલ મને જેલખાનું લાગે છે... પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો મને વિષ સમાં લાગે છે.... મોક્ષમાર્ગની આરાધના માટે મન તડપી રહ્યું છે..... ગઈ રાત્રે જ આંખ ખૂલી ગઈ અને મન તીવ્રતાથી બોલી ઊઠ્યું : “અંધારી રાત છે.... નીકળી જા રાજમહેલમાંથી... પહોંચી જા ગુરુદેવના ચરણોમાં.... સર્વ સુખોનો ત્યાગ કરી બની જા સાધ્વી..... બની જા શ્રમણી.....'
ત્યાં સ્મૃતિપટ પર તું આવી ગયો, બેટા! માતૃત્વ સળવળ્યું હૃદયમાં, તને આવી અશાંત અને કલાન્ત મનઃસ્થિતિમાં મૂકીને હું કેમ ચાલી જાઉં? આ પણ બંધન છે, વત્સ! સ્નેહનું બંધન! રાગનું બંધન! હા, એ બંધન પણ તૂટી જશે એક દિવસ.... તને શાંત, પ્રસન્ન અને આનંદમગ્ન જઈશ ત્યારે એ બંધન તૂટી જશે.... અને હું સંસારવાસનો ત્યાગ કરીશ.... શરીરની પણ મમતા ત્યજીને તપશ્ચર્યાના ચરણે જીવન સમર્પિત કરીશ....
આજે સર્વપ્રથમ માતાના મુખે આ અગમ-અગોચરની વાતો સાંભળતો હતો. મા સ્વસ્થતાથી બોલતી હતી. એનો એક એક શબ્દ એના અંતરાત્મામાંથી પ્રગટી રહ્યો હતો. તેની ઊંડી સમજ, તેનું ઉન્નત ધ્યેય અને માનવજીવનની સફળતા અંગે એની જાગૃતિ.... આ બધું જોઈ.... હું ગદ્ગદ્ થઈ ગયો. માના ચરણોમાં મસ્તક મૂકી રડી પડ્યો... મારું હૃદય અત્યંત ભાવુક બની ગયું. ક્ષણો માટે હું મારું દુઃખ ભૂલી ગયો.... માતાની હૃદયવ્યથાએ મને વ્યાકુળ કરી દીધો.
હું શું કરું, મા?' “તું તારા પિતાની ઇચ્છા મુજબ કાવેરી જા અને રુક્મિણી સાથે લગ્ન કરી લે.” માતાએ આકાશ સામે દૃષ્ટિ સ્થિર કરી, ગંભીર અને સ્પષ્ટ શબ્દોમાં કહી
દીધું.
તો શું તારું મન રાજી થશે? તારું ચિત્ત પ્રસન્ન થશે?”
For Private And Personal Use Only