________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૭૫ બેટા, તારા પિતાજી રાજી થશે, એમનું ચિત્ત પ્રસન્ન થશે અને એ કરવું તારું કર્તવ્ય છે. મારી ચિત્તપ્રસન્નતા તો હવે પરમાત્માના પાવન ચરણોમાં જ છે. મેં આ સંસારને સમજી લીધો છે. સંસારનાં સુખ પણ દુઃખરૂપ છે! સંસારની શાંતિ પણ અશાંતિની નિદ્રા છે! બેટા, આ દુનિયામાં માત્ર કર્તવ્યની ભૂમિકા નિભાવવાની છે.... ઋષિતાની આસપાસ બની ગયેલી સારી-નરસી ધટનાઓએ મને.... મારા મનને સંસારથી વિરક્ત બનાવી દીધું છે.'
તો પછી મા, તું અને હું આપણે બંને સંસારનો ત્યાગ કરીને કોઈ આશ્રમમાં.... કોઈ ગુરુદેવના ચરણોમાં જઈ આત્મસાધનામાં લીન થઈ જઈએ! મને પણ હવે આ સંસારનાં સુખો પ્રત્યે કોઈ જ અનુરાગ નથી! મને આશ્રમનું શાંત અને પ્રસન્ન જીવન ખૂબ ગમે છે.”
આજના આપણા સંયોગોમાં એ અસંભવ છે. તારા પિતાજી રાજા છે, સત્તાધીશ છે.... સાથે સાથે એમના હૃદયમાં તારા માટે અને મારા માટે ભારોભાર અનુરાગ પડેલો છે. ભલે તારા હૃદયમાં એમના માટે અનુરાગ ન હોય કે મારા હૃદયમાં એમના પ્રત્યે આસક્તિ ન હોય. સંસારમાં ક્યારેક આવું કર્તવ્યપાલન કરવું અનિવાર્ય હોય છે.... કે આપણને જેના પ્રત્યે રાગ ન હોય, પ્રેમ ન હોય, છતાં એને આપણા પ્રત્યે રાગ હોય, સ્નેહ હોય ત્યારે એના સ્નેહને સંભાળવો પડે! એના હૃદયને અગ્નિ રાખવું પડે.... તે માટે આપણે આપણી લાગણીઓને કચરવી પડે! તને ખબર છે? જો તું અને હું સંસારત્યાગની વાત કરીએ ને ત્યાં જ તારા પિતાજીને એવો આંચકો લાગે કે એમની હૃદયગતિ બંધ પડી જાય.... અને...”
મા વિહ્વળ બની ગઈ. તેણે પોતાના બંને હાથમાં મારું મુખ પકડી લીધું અને મારા મુખને પંપાળવા લાગી. મારા મનમાં માની આ વાતનો એક ઊંધો પ્રત્યાઘાત પડ્યો હતો. મેં માને કહ્યું :
મા, તું પિતાજીના હૃદયને આઘાત ન પહોંચે, એ વાત કરે છે. પરંતુ પિતાજીએ શું મારા અને ઋષિદત્તાના હૃદયના ટુકડે ટુકડા નથી કરી નાંખ્યા? એમણે અમારા પર સિતમ વરસાવવામાં શું બાકી રાખ્યું છે? તો પછી મારે એમના હૃદયનો વિચાર શા માટે કરવો જોઈએ? બીજી વાત કહું? એમના હૃદયમાં ભલે તારા તરફ અનુરાગ હોય. પણ મારા પ્રત્યે એમના હૃધ્યમાં જરાય સ્નેહ નથી, જરાય અનુરાગ નથી, તેમનું હૃદય નિષ્ફર છે. એવા હૃદયની મારે શા માટે ચિંતા કરવી જોઈએ? હું સંસારવાસ ત્યજી દઉં તો એમને કોઈ દુઃખ થવાનું નથી.”
For Private And Personal Use Only