________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
પાંપણે બાંધ્યું પાણિયારું મારા મનમાં આવા યાહીન આદર્શ પ્રત્યે નફરત જાગી ગઈ. આદર્શ માનવી ખાતર કે માનવી આદર્શ ખાતર? ભલે, મળેલા પુરાવાઓના આધારે પિતાજીએ ઋષિદત્તાને હત્યારી માની લીધી, પરંતુ જો એમને મારા પ્રત્યે સ્નેહ હતો, શ્રદ્ધા હતી તો એમણે મારી વાત સાંભળવી જોઈતી હતી, માનવી જોઈતી હતી પરંતુ પેલી જોગણની વાત સાંભળ્યા પછી એમનો મારા પ્રત્યે સ્નેહ રહ્યો જ ન હતો. જોગણની વાત એમને સાચી લાગી... અને સાચી લાગી જાય એવી એ વાત હતી.... ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું હતું.... માંસના ટુકડા પણ જોઈ લીધા હતા....
તે છતાં ઋષિદત્તાને નિર્દોષ માનવા એક વિકલ્પ હતો! ઋષિદત્તાનું નિર્દોષ વ્યક્તિત્વ એ એક રાજર્ષિની પુત્રી હતી. પવિત્ર આશ્રમમાં જન્મેલી અને ઊછરેલી હતી. પિતાજી ઋષિદત્તાના પિતાને જાણતા હતા. મને પિતાજીએ વાત પણ કરી હતી. આવી ઋષિકન્યા હત્યારી ન જ હોઈ શકે. જરૂર એની સાથે કોઈ આસુરી તત્ત્વ રમત રમી રહ્યું છે : આમ એની નિર્દોષતા પુરવાર થઈ શકત, પરંતુ તે માટે પિતાજી વિચારવા જ તૈયાર ન હતા.
જો કે મને પેલો દિવસ યાદ આવી ગયો... સર્વપ્રથમ મેં જ્યારે ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું જોઈને અને માંસના ટુકડા એના ઓશીકા પાસે પડેલા જોઈને જે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને ઋષિદત્તાને જે કડવા શબ્દો સંભળાવ્યા હતા. હું ધ્રૂજી ઊઠ્યો.... ઋષિદત્તાની આંખો ત્યારે કેવી આંસુઓથી છલકાઈ ગઈ હતી. એના મુખ ઉપર કેવી કરુણતા છવાઈ ગઈ હતી! અલબત્ત તુર્ત જ મેં મારી ભૂલ સુધારી લીધી હતી. પરંતુ એક વાર ભૂલ તો થઈ જ ગઈ હતી!
લગ્ન પછીના થોડા જ મહિનાઓમાં કેવી દુ:ખદ ઘટના બની ગઈ હતી? ન ધારેલી... ન કલ્પેલી એ દુ:ખદાયી ઘટનાએ મારો જ તન-મનને તોડી નાંખ્યાં હતાં એમ ન હતું, મારી માતાની પણ એવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજમહેલના દાસ-દાસીઓની પણ એવી દશા થઈ હતી. કોણ કોને આશ્વાસન આપે? કોઈના મુખ ઉપર આનંદ નહોતો. કોઈ બોલતું ન હતું. કોઈ ખુશી ન હતી. ખામોશી અને વિવશતાનાં ઘનઘોર વાદળો રાજમહેલ ઉપર છવાઈ ગયાં હતાં.
નગરમાં પ્રજાજનોની હત્યા થતી બંધ થઈ ગઈ હતી, પરંતુ ઋષિદત્તાની થયેલી ક્રૂર હત્યાની વેદનાથી પ્રજાજનો કારમી વેદના અનુભવતા હતા. એક માત્ર મારા પિતાજી એવા હતા કે જેમને કોઈ દુઃખ કે વેદનાનો અનુભવ ન
For Private And Personal Use Only