________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
પપ પાલન કર્યું. જેવા બધા જોગી-સંન્યાસી રાજ્યસભામાંથી બહાર નીકળ્યા, એક સંન્યાસિનીએ રાજસભામાં પ્રવેશ કર્યો. પિતાજીને આશીર્વાદ આપી તેણે કહ્યું :
હે રાજન, આપે જે કામ માટે યોગી-સંન્યાસીઓને બોલાવ્યા હતા, એ કામ માટે હું આવી છું. નગરમાં જે ત્રણ દિવસથી રોજ એક માણસની હત્યા થાય છે તે હત્યા કરનારની મને જાણ થઈ છે....'
પિતાજી સિહાસન ઉપરથી ઊભા થઈ ગયા. બે હાથ જોડી એમણે એ સંન્યાસિનીનું અભિવાદન કર્યું અને કહ્યું :
‘તમે જલદી બતાવો. કોણ છે એ હત્યારો? અને તમે કેવી રીતે જાણ્યું?” યોગિનીએ આંખો બંધ કરી એ બોલવા માંડ્યું :
“મહારાજ, આજે રાત્રે મેં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં કોઈ દેવ મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું : “આવતી કાલે રાજા નગરના તમામ સાધુસંન્યાસીઓને બોલાવીને એમને નગરમાં થતી હત્યાઓના વિષયમાં પૂછશે. એનો જવાબ કોઈ આપી નહીં શકે અને રાજા એ બધાંને રાજ્યમાંથી કાઢી મૂકશે... માટે તારે જઈને રાજાને કહેવાનું કે રોજ એક માણસની હત્યા કરનાર વ્યક્તિ રાજમહેલની છે.... અને તે છે રાજકુમારની પત્ની... કે જેને વનમાંથી રાજ કુમાર લઈ આવ્યા છે... તે ખરેખર રાક્ષસી છે. માટે તમે આ બધા સાધુ-સંન્યાસીઓનો પરાભવ ન કરો.”
પિતાજી ચોંકી ઊઠ્યા.... તેમણે મારી સામે જોયું... રોષથી મારું શરીર ધ્રૂજી રહ્યું હતું.... મારો હાથ મારી કમરે લટકતી તલવાર પર ગયો હતો.... ત્યાં વળી યોગિનીએ કહ્યું :
મહારાજા, મારે બીજી એક વાત કહેવી છે, પણ તે આપને જ કહેવાની છે...' પિતાજીએ મારી સામે જોયું. હું ઊભો થઈ રાજસભાની બહાર નીકળી ગયો. મારી પાછળ મહામંત્રી વગેરે બધા જ બહાર નીકળી ગયા. મારું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું હતું. હું ત્યાંથી સીધો જ રાજમહેલમાં ચાલ્યો ગયો. મારે તત્કાલ ઋષિદત્તાને મળવું હતું અને રાજસભામાં સંન્યાસિનીએ કરેલી વાતની જાણ કરવી હતી. ઋષિદરા શયનગૃહમાં મારી જ રાહ જોઈને બેઠી હતી.
હું જઈને પલંગમાં ફસડાઈ પડ્યો. ઋષિદત્તા ગભરાઈ ગઈ. તેણે મારા મસ્તક પર હાથ મૂકી પૂછ્યું : “નાથ, આજે આટલા બધા ઉદ્વિગ્ન કેમ છો?'હું એને શું કહ્યું? આંખો બંધ કરીને હું બોલ્યા વિના પડ્યો રહ્યો.
For Private And Personal Use Only