________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩.
પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તાએ મને બોલવા માટે આગ્રહ તો કર્યો, પરંતુ વધુ આગ્રહ ન કર્યો. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તે ઘોર વિષાદમાં ડૂબી ગઈ. મેં એની સામે જોયું. મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી અને કહ્યું :
28ષિ, તેં કહેલો કર્મ સિદ્ધાંત મને સાચો લાગે છે...' એણે મારી સામે જોયું, તે કાંઈ બોલી નહીં.
આજે મને સમજાય છે કે મનુષ્યને સારાં કે નરસાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. ભલે મનુષ્ય દુઃખોથી બચવા માટે પ્રયત્નો કરે, પરંતુ જો એનાં પાપકર્મો ઉદયમાં આવે તો એને દુઃખ ભોગવવું જ પડે!”
હું બોલતો હતો, ઋષિદત્તા સાંભળતી હતી, પરંતુ એને મારા આ તત્ત્વજ્ઞાનમાં અત્યારે રસ નહોતો. એ રાજસભાની ઘટના સાંભળવા આતુર હશે, એમ મને લાગ્યું. હું એને રાજસભાની ઘટના કેવી રીતે કહું? મને મૂંઝવણ થતી હતી. છતાં એની જિજ્ઞાસા સંતોષવા મેં કહ્યું :
આજે રાજસભામાં સો જેટલા બાવા-જોગી-સંન્યાસી આવેલા. નગરમાં રોજ થતી હત્યા અંગે પૂછવામાં આવ્યું. તેઓએ એ વાત તો કબૂલી કે આ કામ માનવીનું નથી... કોઈ આસુરી શક્તિનું છે! પણ એનું નિવારણ કરવાનો ઉપાય તેઓ બતાવી ન શક્યા.... પિતાજી ગુસ્સે ભરાયા અને એ સહુને રાજ્યમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી...” ઋષિદત્તા મારી નજીક સરકી આવીને આતુરતાપૂર્વક વાત સાંભળતી હતી.
મારા મનમાં પણ ગઈ કાલથી આ જ આશંકા હતી. આવું કામ... આ રીતે કોઈ માનવી ન કરી શકે... હજુ હત્યા તો કરી શકે... પરંતુ મારા શયનગૃહમાં કેવી રીતે આવી શકે? પરંતુ આવું હીન કૃત્ય કરનાર ખૂબ પાવરધો લાગે છે. એનું લક્ષ્ય નાગરિકોની હિંસા કરવાનું નથી, એનું લક્ષ્ય તું છે! તને કલંકિત કરવાનું છે.... તને દુઃખી કરવાનું છે....'
ઋષિદત્તાનું શરીર ધ્રૂજી રહ્યું હતું. મેં એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું : ‘ઋષિ, તું ચિંતા ન કરીશ.... હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીને એ માયાવી શક્તિનો પ્રતિકાર કરીશ. રાજસભામાં આવેલી એક સંન્યાસિનીએ એને આવેલા સ્વપ્નની વાત કરતાં. આ હત્યા કરવાનું કલંક તારા ઉપર મૂક્યું છે. પરંતુ પિતાજી એના સ્વપ્નની વાત સીધેસીધી માની લે એમ નથી. કોઈ પણ માણસ આ વાત માની શકે એમ નથી. મને તો એ જ વખતે એવો ગુસ્સો આવેલો કે તલવારથી ત્યાં જ સંન્યાસિનીને યમલોકમાં પહોંચાડી દઉં... પરંતુ પિતાજીની મર્યાદાએ મને રોક્યો....'
For Private And Personal Use Only