________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ શું
આખા નગરમાં ઢંઢેરો પિટાવી દેવામાં આવ્યો. નગરમાં રહેલા તમામ યોગી, સાધુ, સંન્યાસી... બાવાઓને રાજસભામાં બોલાવવામાં આવ્યા. માત્ર મોક્ષમાર્ગના આરાધક શ્રમણોને બોલાવવામાં ન આવ્યા. લગભગ સો જેટલા યોગી-સંન્યાસી વગેરે આવ્યા. સહુને યોગ્ય આસને બેસાડવામાં આવ્યા.
પિતાજીએ એ સહુને ઉદ્દેશીને કહ્યું : “તમે સહુ જાણતા હશો કે આપણા નગરમાં ત્રણ દિવસથી રોજ એક માણસની હત્યા થાય છે. એ હત્યા કરનારને પકડવા મારા સૈનિકોએ અને ગુપ્તચરોએ થાય એટલા પ્રયત્નો કર્યા, પરંતુ હત્યારો પકડાયો નથી. અમને એમ લાગે છે કે આ કોઈ માનવીનું કૃત્ય નથી, કોઈ આસુરી શક્તિ આ કુકૃત્ય કરી રહી છે કે કરાવી રહી છે. એ આસુરી શક્તિ પર દેવી શક્તિ વિજય મેળવી શકે. તમે સહુ યોગી-સંન્યાસીઓ આસુરી અને દૈવી શક્તિના ઉપાસક છો, તો તમે આ ઉપદ્રવને દૂર કરી આપો.'
આટલું કહીને પિતાજીએ મહામંત્રીની સામે જોયું. મહામંત્રીએ યોગીઓને કહ્યું: ‘તમારી દેવી શક્તિનો મહારાજાને પરચો દેખાડવાનો આ અવસર છે. વળી પ્રજાજનોની હત્યા રોકવાનું આ પવિત્ર કાર્ય છે. માટે જેની પાસે દેવી શક્તિ હોય તેઓ આગળ આવીને જાહેર કરે અને કાર્યનો પ્રારંભ કરે.'
રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. દરેક યોગી-બાવા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા. મંત્ર-તંત્રની વાતો કરીને, દૈવી શક્તિની વાતો કરીને પ્રજાજનોને છેતરનારાઓના મોતિયા મરી ગયા! પિતાજી અકળાયા. તેઓ બોલ્યા :
કેમ તમે બધા ચૂપ છો? તમારામાં કોઈ એક એવો યોગી નથી કે જે સાચેસાચ દૈવી શક્તિ ધરાવતો હોય? તો પછી તમે મારા રાજ્યમાં શા માટે પડ્યા રહ્યા છો? માત્ર ખાવા-પીવા અને ઊંઘવા માટે? જો તમે મારું આ કાર્ય નહીં કરો તો તમને બધાને મારા રાજ્યમાંથી કાઢી મૂકીશ.”
સહુ જોગી-સંન્યાસીઓનાં મુખ પ્લાન થઈ ગયાં હતાં. તેઓ કોઈ જ જવાબ આપી શકવા શક્તિમાન ન હતા. પિતાજીનો ગુસ્સો વધતો જતો હતો. તેમણે મહામંત્રીને કહ્યું :
આ બધાને મારા રાજ્યમાંથી કાઢી મૂકો.' મહામંત્રીએ પિતાજીની આજ્ઞાનું
For Private And Personal Use Only