________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું બંધ કરીને હું સૂતો હતો... છતાં એ વ્યક્તિ શયનખંડમાં પ્રવેશી ગઈ.... નથી દ્વાર તૂટ્યું.... નથી બારી તૂટી... નથી કોઈ ચોરી થઈ!
મારે મન આ એક ખૂબ ગૂંચવણભર્યો કોયડો બન્યો હતો. હું પ્રાતઃકર્મથી પરવાર્યો હતો ત્યાં પિતાજીએ મને બોલાવ્યો. હું પિતાજી પાસે ગયો ત્યારે પિતાજીની પાસે નગરના આગેવાન સદ્દગૃહસ્થો બેઠેલા હતા. મહામંત્રી અને સેનાપતિ પણ બેઠેલા હતા. સહુના ચહેરાઓ ઉપર ઉદાસીનતા છવાયેલી હતી.
હું પિતાજીની પાસે જઈને બેઠો. પિતાજીએ મારી સામે જોયું.
કકરથ, આજે પણ એક નગરવાસીની નિર્મમ હત્યા થઈ ગઈ છે... હત્યારો પકડાયો નથી.” પિતાજીએ ગંભીર વાણીમાં વાતનો પ્રારંભ કર્યો. મેં સેનાપતિની સામે જોયું. સેનાપતિની દૃષ્ટિ જમીન પર ચોંટેલી હતી. ‘સેનાપતિજી!” જી', સેનાપતિએ મારી સામે જોયું.
આજે રાત્રે સમગ્ર નગરમાં ગુપ્તચરોની જાળ પાથરી દો. કોઈ પણ રીતે હત્યારો પકડાવો જોઈએ. આ અંગે તમે મારી સાથે ચાલો. ગુપ્ત મંત્રણાલયમાં જઈને આપણે વિચાર કરીએ.'
પિતાજી બોલ્યા : “બેટા કનકરથ, હત્યારો અસાધારણ લાગે છે. ખૂબ કુશળ લાગે છે. છતાં તમે ખૂબ કુનેહથી અને ચીવટથી તપાસ કરો તો એને પકડી શકશો.'
મેં કહ્યું : “પિતાજી, અમે એમ જ કરીશું.” અને હું ત્યાંથી ઊભો થયો. નગરશ્રેષ્ઠીઓ પણ આશ્વસ્ત થયા હતા. સેનાપતિને મેં ઇશારાથી મારી પાછળ આવવા જણાવ્યું અને અમે મંત્રણાલયમાં પહોંચ્યા. મેં સેનાપતિને ગુપ્તચરોની જાળ કેવી રીતે પાથરવી અને હત્યારાને કેવી રીતે પકડવો એ અંગે મારી યોજના સમજાવી. સેનાપતિએ મારી વાતો ખૂબ ધ્યાનથી સાંભળી અને એ પ્રમાણે કાર્ય કરવાની પોતાની તમન્ના બતાવી.
જોકે મારા મનમાં સંદેહ તો હતો જ. જે રાજમહેલના જાગ્રત ચોકીદારોને થાપ આપી મારા શયનગૃહમાં પ્રવેશીને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડી જઈ શકે છે.... તે હત્યારો સામાન્ય ન હોઈ શકે. એના માટે કોઈ નગરવાસીના ઘરમાં પ્રવેશી માણસની હત્યા કરવી.... ખૂબ આસાન કામ કહેવાય! છતાં જો ગુપ્તચરો એને પકડી પાડે... તો મોટો ભેદ ખૂલી જાય. મારા મનમાં એ વાતનો તો નિર્ણય થઈ જ ગયો હતો કે જે વ્યક્તિ નગરમાં હત્યા કરે છે તે જ
For Private And Personal Use Only