________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
પાંપણે બાંધ્યું પાણિયારું
ઋષિદત્તા તો એના નિત્યક્રમ મુજબ માતાની પાસે ચાલી ગઈ. હું પિતાજી પાસે પહોંચ્યો. પિતાજી ખૂબ જ વ્યગ્ર હતા. આજે રાત્રે એક કુમળા બાળકની હત્યા થઈ હતી. ગુપ્તચરોની જાળ ભેદાઈ હતી. હત્યારો પકડાયો તો નહોતો જ, એનો પડછાયો પણ કોઈ જોઈ શક્યું ન હતું. મેં પિતાજીને કહ્યું : ‘આપ નિત્યક્રમથી પરવારો, પછી આપણે પુનર્વિચાર કરીએ.’
પિતાજી બોલ્યા : હવે તો મારે પોતે જ એ હત્યારાને પકડવા બહાર નીકળવું પડશે. નિર્દોષ પ્રજાજનોની હત્યાથી મારું હૃદય રડી રહ્યું છે.... પિતાજીની આંખો ભીની થઈ ગઈ હતી, પ્રજા પ્રત્યે અપાર વાત્સલ્ય ધરાવતા પિતાજી ખૂબ વિહ્વળ બની ગયા હતા. મેં તેઓને આગ્રહ કરીને સ્નાનાદિ અને દુગ્ધપાન કરાવ્યું. માતાના મુખ ઉપર પણ ભારોભાર ઉદાસીનતા હતી. ત્રણ ત્રણ હત્યાઓથી સહુનાં મન ઉદ્વેગથી ભરાઈ જાય તે સ્વાભાવિક હતું.
દુગ્ધપાન કરીને પિતાજીની સાથે હું મંત્રણાગૃહમાં ગયો. મહામંત્રી અને સેનાપતિ પણ આવી ગયા હતા. ગુપ્તચરોના નાયક પણ હાજ૨ હતા. સહુની મુખાકૃતિ એવી મ્લાન હતી કે કોઈ કોઈની સામે જોઈ શકતું ન હતું. મેં વાર્તાનો પ્રારંભ કર્યો.
,
મહામંત્રી! આમ નિરાશ થયે નહીં ચાલે. આપ તો પીઢ અનુભવી છો. આપ આ મૂંઝવણમાં માર્ગદર્શન આપો.’
વયોવૃદ્ધ મહામંત્રીએ મારી સામે જોયું અને પછી પિતાજી સામે જોઈ તેઓ બોલ્યા : ‘આ હત્યાઓ કરનાર કોઈ માનવી તત્ત્વ મને નથી લાગતું.’
‘તો પછી?' હું બોલી ઊઠ્યો.
‘કોઈ આસુરી તત્ત્વ લાગે છે.' મહામંત્રીએ મારી સામે જાણે ત્રાટક કર્યું. ‘પ્રયોજન?' મેં પૂછ્યું.
‘પોતાની કોઈ દુષ્ટ વાસના સંતોષવા અસુરો આવી હત્યા કરતા હોય છે.' ‘નિર્દોષ મનુષ્યોની હત્યા?’
For Private And Personal Use Only
‘હા! વાસનાગ્રસ્ત જીવ સર્દોષ-નિર્દોષનો વિવેક નથી કરી શકતો.'
‘પરંતુ આપ શાના આધારે આ અનુમાન કરો છો?'
‘ગુપ્તચરોએ આપેલી માહિતીના આધારે.....
‘એટલે?’
‘જો કોઈ માનવી હત્યારો હોત તો આપણા ગુપ્તચરો એને પકડી પાડત જ.