Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ અનુગગણાનુજ્ઞાવસ્તુક/પ્રસ્તાવના (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારીપક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દૃષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું જ નહીં પરંતુ પ્રવ્રજયા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના “માતૃત્વ'પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવકશ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. • शुभं भवतु ચૈત્ર વદ-૩ વિ. સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ગીતાર્થગંગા, ૫, જેને મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમ પૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 354