Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય વિક્રમ સંવત ૨૦૫૩માં પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આચાર્યદિવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા ૧૪ તથા પૂ. સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ૨૩ તથા પૂ. સાધ્વીજી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ૨૩નું ચાતુર્માસ શત્રુંજ્યગિરિની પવિત્ર છાયામાં થયું. લગભગ ૩૦૦ યાત્રિકો પણ ચાતુર્માસમાં દાખલ થયા. ચાતુમાસનો સંપૂર્ણ લાભ સ્વ. માતુશ્રી મૂળીબેન અંબાલાલ હા. રમાબેન પુંડરીકભાઈ તથા રતનબેન વેલજી ગાલા હ. મુક્તાબેન રામજીભાઈ મંજુલાબેન ભગવાનજી ભાઈ જયાબેન કિશોર ભાઈએ લીધો. ચાતુર્માસ ખૂબ સુંદર થયું. સાધુ સાધ્વીઓમાં પણ યોગોહન વગેરે સુંદર આરાધનાઓ થઈ. પૂ. મુનિરાજશ્રી રત્નાબોધિવિજયજી, પૂ. સાધ્વીજી શ્રી સિદ્ધિકૃપાશ્રીજીએ માસક્ષમણની આરાધના કરી. ચાતુમસ કરાવનાર શ્રાદ્ધવર્ય રામજીભાઈએ પણ માસક્ષમણની આરાધના કરી. આસો સુદ-૧૦ થી ઉપધાનનો પ્રારંભ થયો. આમાં પણ અનેક ભાગ્યશાળીઓએ ભાગ લીધો. ચાતુમસ તથા ઉપધાનતપનો લાભ લેનાર શ્રી રામજીભાઈ તથા તેમના ધર્મપત્ની મુક્તાબેન તથા શ્રી રમાબેને પણ ઉપધાન તપ કર્યા. આમ ખૂબ જ સુંદર રીતે ચાતુર્માસ અને ઉપધાન વગેરેનો કાર્યક્રમ થઈ ગયો. - ચાતુર્માસ દરમ્યાન પૂ. આચાર્ય ભગવંતે “પંચસૂત્ર” ઉપર પ્રવચનો આપ્યા. પૂ. આચાર્ય ભગવંતની વૈરાગ્યસભર શૈલીથી શ્રોતાઓ વૈરાગ્યરસમાં તરબોળ બન્યા. આ વૈરાગ્યનો આસ્વાદ સહુ કોઈ આત્મા માણી શકે એવી જ એક માત્ર પૂ. ગાણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી (એ સમયે મુનિશ્રી) ની હાર્દિક ભાવનાથી એ પ્રવચનોનું અવતરણ કાર્ય આરંભાયું.. અને એ જ અવતરણો પરથી વ્યવસ્થિત લખાણ તૈયાર થઈ “પંચસૂત્રનું પરિશીલન” ના નામે આપના કર કલમમાં ઉપસ્થિત છે. - આમાં પૂ. ગુરુદેવે પદાર્થોનું સુંદર સ્પષ્ટીકરણ કરેલું છે. ખૂબ રોચક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 196