________________ પ્રાપ્તિ જ ન થાય (6) બોધિલાભ ન થવાથી સંસાર વધે. છ માસકલ્પનું પાલન ન કરવામાં પ્રતિબંધ અને લઘુતા થાય તથા જનોપકાર, દેશવિજ્ઞાન અને આજ્ઞારાધના ન થાય એ દોષો લાગે છે. આ પૂર્વકાળના સાધુઓની અપેક્ષાએ દુષમકાળના સાધુઓ હીનક્રિયાવાળા અને હીનપરિણામવાળા હોવા છતાં તેમનામાં સાધુપણું છે. સાધુઓ વિના શાસન ન હોય અને શાસન વિના સાધુઓ ન હોય. જ્યાં સુધી છકાયજીવોની રક્ષા થાય ત્યાં સુધી શાસન અને સાધુઓ બંને રહેવાના છે સંસારથી ભય પામેલા ગુરુનો વિનય કરનારા, જ્ઞાની, જિતેન્દ્રિય, જિતકષાય અને દેશ-કાલ આદિની અપેક્ષાએ યથાયોગ્ય સંસારનો ક્ષય કરવામાં ઉદ્યત બનેલા છે તે ભાવસાધુ છે. વગેરે આચારમર્યાદા આ પંચાશકમાં વર્ણવી છે. 18. ભિક્ષુપ્રતિમા પંચાશક : વિશિષ્ટ પ્રકારના સંઘયણાદિગુણોથી યુક્ત સાધુ જ આ પ્રતિમાનો સ્વીકાર કરી શકે છે. માસિકી વગેરે બાર ભિક્ષુપ્રતિમાઓનું અહીં વર્ણન કર્યું છે. તેમજ અવાજોર પદાર્થો પણ આમાં ઘણા જાણવા મળે છે જેમકેગચ્છવાસમાં સાધુને ગુરુપારતત્ર્ય, વિનય, સ્વાધ્યાય, સ્મારણા, વેયાવચ્ચ, ગુણવૃદ્ધિ, ગુણસંપન્ન શિષ્યોની પ્રાપ્તિ અને શિષ્ય પરંપરા આટલા લાભો થાય. દીક્ષા ભવ્યજીવને આપીને ઉપકાર કરવો એ અન્ય ઉપકારોની અપેક્ષાએ પ્રધાન ઉપકાર છે. કારણ કે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ સંઘયણ, શ્રુત આદિસંપત્તિથી યુક્ત પ્રતિમાકલ્પનો સ્વીકારવાને યોગ્ય સાધુઓને પણ કલ્પનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અર્થાત્ કલ્પસ્વીકારથી દીક્ષાદાન અધિકલાભનું કારણ છે. પ્રથમ ભિક્ષુપ્રતિમા = નવપૂર્વની ત્રીજી વસ્તુ જઘન્યથી શ્રુતજ્ઞાન-ગચ્છ સાથે ક્ષમાપના કરી ગુરુથી અનુજ્ઞા અપાયેલ અનેક પ્રકારે પરિકર્મથી ઘડાયેલા ગચ્છનો ત્યાગ કરી એક મહિનાની મહાપ્રતિમાને સ્વીકારે. જેમાં ભોજન અને પાણીની એક જ દત્તિ હોય. ધાર તૂટ્યા વિના એક વખત પાત્રમાં જેટલું પડે તે એક દત્તિ. અભિગ્રહવાળી ભિક્ષા લે. વાઘ, સિંહ વગેરે આવે તો મરણભયથી એક ડગલું પણ ખસે નહિ, પરંતુ મરણાન્ત ઉપસર્ગને સહન કરે. આવી ઉત્કૃષ્ટ સાધના એક માસ કર્યા પછી પ્રતિમારૂપ મહાન તપ પૂર્ણ કરીને સાધુ અહીં આવ્યા છે એમ રાજા વગેરેને જણાવે. રાજા વગેરે લોક અને શ્રમણસંઘ તે સાધુની પ્રશંસા કરવા પૂર્વક તેને ગચ્છમાં પ્રવેશ કરાવે. ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવવામાં ત્રણ કારણો. (1) તપનું બહુમાન (2) અન્ય સાધુઓની શ્રદ્ધાવૃદ્ધિ (3) શાસન પ્રભાવના અંત અને પ્રાંત અલ્પ ભોજન કરનાર પ્રતિસાધારીને કાયપીડા હોવા છતાં સંયમસ્થાન વૃદ્ધિ પામે છે અથવા ક્લિષ્ટ, ક્લિખતર અને ક્લિતમ એમ વિવિધ પ્રકારના 32