________________ વિદ્વાનોને અભિમત નથી, માટે સંસારનો અંત લાવવાની ઇચ્છાવાળા બની અતિશય ભાવયુક્ત ક્રિયામાં પ્રયત્ન કરવો. વગેરે અનેક વિશેષતા આ પંચાશક દ્વારા જાણવા મળે છે. 15. આલોચનાવિધિ પંચાશક: પોતાના દુષ્કૃત્યોનું સંપૂર્ણપણે ગુસ્સમક્ષ પ્રકાશન કરવું તે આલોચના કહેવાય છે. સહસા, અજ્ઞાન, ભય, આપત્તિ, રોગ, પરપ્રેરણા, મોહ અને રાગ દ્વેષથી દુષ્કૃત્યોનું સેવન થાય. પરંતુ પશ્ચાત્તાપથી તથા વિધિપૂર્વક ભાવથી આલોચના કરવાથી પાપોનો નાશ થવાથી ચિત્ત વિશુદ્ધ-નિર્મલ થાય છે. જે પષ્મીમાં કે ચોમાસામાં આલોચના કરવી એવી પૂર્વમુનિઓની આચરણા છે. સંયમમાં યતનાવાળાને પણ વિસ્મરણ અને પ્રમાદથી સૂક્ષ્મ અતિચારો સંભવે છે. તથા સાધુ અને શ્રાવકે પક્બી વગેરેમાં આલોચના કરવી એવી જિનાજ્ઞા છે. માટે દરેક સાધકે આલોચના કરવી જોઈએ ગીતાર્થની સમક્ષ દુષ્કૃતનું ભાવથી પ્રકાશન ન કરવું એ ભાવશલ્ય છે. શલ્યસહિત આલોચના કરવાથી જીવ બોધિદુર્લભ બને છે અને અનંતકાળ સંસારમાં ભટકે છે. સશલ્યઆલોચનાના આવા ભયાનક વિપાકોને સાંભળી લજ્જા, ભય, માયા આદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ આલોચના કરવી. જેમ માતા આદિની પાસે બોલતું બાળક કઈ પણ છૂપાવ્યા વિના કાર્ય કે અકાર્યને કહે છે તેમ સાધકે માયા અને મદથી રહિત બની આલોચના કરવી ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું અને દોષોનું સેવન ન કરવું એ સમ્યગૂ આલોચનાનું લક્ષણ જાણકારો કહે છે કે આલોચનાના શુભ પરિણામવાળો સાધુ સમાધિમરણ પામીને ફરી ઉત્કૃષ્ટ આરાધના કરીને ત્રીજે ભવે મોક્ષે જાય છે વધુમાં વધુ આઠ ભવે મોક્ષ પામે છે. આથી, ભવાભિનંદી લોકોની મનોવૃત્તિરૂપ લોકસંજ્ઞાઓનો ત્યાગ કરીને અતિચારોની વિશુદ્ધિ કરવા દ્વારા જિનવચનાનુસારી લોકોત્તમસંજ્ઞામાં પ્રયત્ન કરવો જોઈએ કારણકે મોક્ષપ્રાપ્તિનો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વગેરે અનેક સ્પષ્ટતા વિસ્તારથી આ પંચાશકમાં કહેલી છે. 16. પ્રાયશ્ચિત્તવિધિ પંચાશક : આ પંચાશકમાં પ્રતિક્રમણાદિ દશ પ્રકારના પ્રાયશ્ચિતનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે તેનું વર્ણન દ્રવ્યશલ્યના દ્રષ્ટાન્તથી જણાવ્યું છે તે પ્રાયશ્ચિત્તની વિધિ જણાવતા વિશેષમાં જણાવ્યું છે કે- સર્વ પ્રકારના પ્રાયશ્ચિત્તના વિષયમાં પરમાર્થ આ પ્રમાણે છે. અશુભ અધ્યવસાયથી અશુભકર્મનો બંધ થાય છે. અશુભ અધ્યવસાય પણ જિનાજ્ઞાની વિરાધનાથી જ થાય છે. શુભભાવથી અશુભ કર્મનો નાશ થાય છે અને શુભભાવ જિનાજ્ઞાને અનુસરવાથી જ થાય છે. જે જે 30