________________ (7) પ્રતિપૃચ્છા (8) ઇન્દના (9) નિમત્રણા અને (10) ઉપસંપદા. પોતાના કાર્ય સ્વયં કરવાના છે તે ન થઈ શકે તો ઇચ્છા પૂર્વક બીજાને કાર્ય સોંપી શકે. દુષ્કૃત થઈ જતાં “મિચ્છા મિ દુક્કડ” શબ્દનો પ્રયોગ મિથ્યાકાર છે ગુરુવચન તહત્તિ કરી સ્વીકારવું વગેરે 10 સામાચારીનું વર્ણન આમાં કરેલ છે. તથા ગુરુના અને દેવના અવગ્રહની ભૂમિનો પરિભોગ હંમેશા આશાતના ન થાય તે રીતે કરવામાં આવે તો કર્મક્ષયનું કારણ બને છે, ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં ચારે દિશામાં લગભગ 3ii હાથ ગુરુનો અવગ્રહ છે આથી સુશ્રાવકો સમવસરણ આદિના અને જિનમંદિર શિખર આદિના દર્શન થતાં જ હાથી, ઘોડા વગેરે ઉપરથી નીચે ઉતરી જાય છે. * આપૃચ્છા સામાચારી = ગુરુ વિધિના જ્ઞાતા છે, આથી તેમને કાર્ય કહેવાથી વિધિનું જ્ઞાન થાય, પોતાને થયેલા સંબોધથી ગુરુ જ આપ્ત છે એવી રુચિ થાય, આવી રુચિ શુભભાવ છે. કાર્યમાં પ્રવૃત્તિ કરનારનો શુભભાવ વિઘ્નોનો વિનાશ કરે છે. વર્તમાનભવમાં પુણ્યબંધ પરલોકમાં શુભમનુષ્યભવ અને ધર્મગુરુ આદિનો યોગ થાય, તેનાથી પ્રશસ્ત અનુબંધ દ્વારા સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે, માટે ગુરુને પૂછીને કરેલું કાર્ય કલ્યાણકારી બને છે. જે મનુષ્યભવ, જિનવચન અને ચારિત્રધર્મમાં ઉત્સાહ દુર્લભ જ છે આથી આ ત્રણે ય દુર્લભ વસ્તુઓને પામીને ક્યારેય પણ ધર્મકાર્યોમાં પ્રમાદ ન કરવો જોઈએ. - જેમ રત્નોની ખાણ પાસે ગયેલા ગરીબને રત્નોને મેળવવાની ઇચ્છા સતત હોય છે તેમ ભાવસાધુને વૈયાવચ્ચઆદિ કાર્યો કરવાની ઇચ્છા સતત હોય છે. રત્નોનું ફળ વર્તમાનકાળમાં મળે છે, સાધુઓનાં કર્તવ્યોનું ફળ ભવિષ્યમાં મળે છે. વર્તમાનકાળ કરતાં ભવિષ્યકાળ અધિક હોવાથી સાધુકૃત્યો ભવિષ્યમાં અધિક ફલદાયક શ્રેષ્ઠ છે. કે જે સાધુઓ જિનકથિત સામાચારીથી રહિત છે અને અશાસ્ત્રીય અનુષ્ઠાનમાં આગ્રહવાળા બની લોકમાં વિચરે છે તેમને સ્વમતિથી થતી પ્રવૃત્તિ ભવભ્રમણ કરાવનારી બને છે. વગેરે વિશેષ બાબતોની સુંદર સ્પષ્ટતા આ પંચાશકમાં મળે છે. 13. પિડવિધાનપંચાશક: સાધુઓને આધાકર્માદિ બેતાલીસ દોષોથી રહિત શુદ્ધપિણ્ડ લેવાની તીર્થકરોની અનુમતિ છે. “સમ્યક્ રીતે પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના અને સૂત્ર-અર્થ પોરિસી કર્યા પછી થયેલા ભિક્ષા સમયે આકુળતાથી રહિત, આહારમાં કે શબ્દાદિ વિષયોમાં આસક્તિ વગરના, ઈર્યાસમિતિમાં ઉપયોગવાળા સાધુને વિધિપૂર્વક નિર્દોષ અને અચિત્ત આહાર-પાણી ગ્રહણ કરતાં ભિક્ષાની શુદ્ધિ હોય છે એમ શ્રીદશવૈકાલિક સૂત્રના પાંચમા પિચ્છેષણા અધ્યયનમાં કહ્યું છે. પ્રતિલેખના, સ્વાધ્યાયાદિ [28